News Continuous Bureau | Mumbai
Bigg boss 17: અંકિતા લોખંડે બિગ બોસ 17 માં જોવા મળી રહી છે. અહીં તે તેના પતિ વિકી જૈન સાથે આવી છે. છેલ્લા 4-5 દિવસ થી અંકિતા ને તેની તબિયત સારી નથી લાગી રહી અને તેને શંકા છે કે તે ગર્ભવતી છે. ત્યારબાદ તેને પ્રેગ્નન્સી ટેસ્ટ પણ કરાવ્યો છે. 3 દિવસ પહેલા ના એપિસોડ માં રીન્કુ ધવને અંકિતા ને તેની પ્રેગ્નન્સી ને લઇ ને ચીડવી હતી. હવે તાજેતરના એપિસોડમાં અંકિતા અને વિકી વચ્ચેની વાતચીત બતાવવામાં આવી હતી. આમાં અંકિતા કહે છે કે તેણીનો પીરીયડ મિસ થયો હતો.
અંકિતા લોખંડે એ કરાવ્યો પ્રેગ્નન્સી ટેસ્ટ
બિગ બોસ 17માં અંકિતા અને વિકી ઘણી વખત ઝગડતા જોવા મળ્યા હતા.હવે શો નો એક વિડીયો સામે આવ્યો છે. જેમાં અંકિતા વિકી ને કહેતો જોવા મળે છે કે, મને લાગે છે કે હું બીમાર છું. મને અંદરથી લાગણી છે. મારી તબિયત સારી નથી. મને માસિક નથી આવતું, મારે ઘરે જવું છે.’ આ અંગે વિકી કહે છે કે તેણે ગઈ કાલે કહ્યું હતું કે આ તારો પહેલો દિવસ છે. અંકિતા કહે છે, પીરિયડ્સ નથી, મેં બ્લડ ટેસ્ટ કરાવ્યો છે. ગર્ભાવસ્થા માટે, અંદર કંઈ છે તો નહીં ને અંકિતાએ વિકીને કહ્યું કે યુરિન ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે અને રિપોર્ટ્સ આવવાના બાકી છે.ત્યારબાદ વિકી આ વાત ને અધવચ્ચે છોડી ને ગેમ ની વાત કરવા લાગે છે.
તમને જણાવી દઈએ કે, આ શો માં અંકિતા અને વિકી ઘણી વખત ઝગડતા જોવા મળ્યા છે. જેને લઈને વિકી ને ઘણો ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. તો બીજી બાજુ કેટલાક આને પબ્લિસિટી સ્ટન્ટ પણ ગણાવી રહ્યાં છે.
આ સમાચાર પણ વાંચો : Bigg boss 17: બિગ બોસ 17 ના ઘરમાં અંકિતા લોખંડે અને વિકી જૈન ના સંબંધમાં આવી ખટાશ, એકબીજા પર દોષારોપણ કરતા કહી આવી વાત
