ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
03 સપ્ટેમ્બર 2020
ટેલીવીઝનનો સૌથી ચર્ચિત રિયાલિટી શો બિગ બોસની નવી સીઝન ઓકટોબરમાં શરૂ થઈ શકે છે. આ વર્ષે બિગ બોસના ઘરમાં કુલ 16 લોકો એન્ટ્રી લેશે, જેમાં ૧૪ સેલેબ્સ હશે અને ૩ કોમનર્સ હશે. શોમાં કોણ કોણ કન્ટેસ્ટેન્ટ ભાગ લેશે તેને લઈને અટકળો શરૂ થઈ ગઈ છે. તેની વચ્ચે સૂત્રો અનુસાર આ શોમાં આ વખતે વિવાદિત ચર્ચામાં રહેલી રાધેમા કન્ટેસ્ટેન્ટ તરીકે ભાગ લઈ શકે છે. જોકે આ મામલે ચેનલ કે મેકર્સ દ્રારા કોઈ સત્તાવર જાહેરાત કરવામાં આવી નથી.
રાધે માંને બિગ બોસ ૧૪ માટે અપ્રોચ કરવામાં આવી છે. સુખવિન્દર કૌર જે રાધેમાં તરીકે લોકપ્રિય છે, ગત સિઝન માટે તેમનો સંપર્ક કરાયો હતો પરંતુ, તેમને શોમાં એન્ટ્રી મળી નહોતી. બિગ બોસ ૧૪ને તૈયારી જબરજસ્ત ચાલી રહી છે. પહેલો શો સપ્ટેમ્બર મહીનામાં ઓન એર હોવાના અહેવાલ હતા, પંરતુ હવે ઓકટબરમાં ટેલીકાસ્ટ થવાના રિપોર્ટ છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…