Site icon

Bigg boss 17: બિગ બોસના ઘરમાં અંકિતા લોખંડે ના કેપ્ટન બનતા ની સાથે જ જલી ઉઠ્યો પતિ વિકી જૈન, બંને વચ્ચે થઇ તીખી નોકઝોક, જુઓ વિડિયો

Bigg boss 17: બિગ બોસ 17 માં અંકિતા લોખંડે તેના પતિ વિકી જૈન સાથે પહોંચી છે. જ્યારથી બંને બિગ બોસના ઘરમાં પ્રવેશ્યા છે ત્યારથી બંને વચ્ચે ઝગડા જોવા મળી રહ્યા છે. હવે જયારે અંકિતા બિગ બોસના ઘરમાં કેપ્ટન બની છે ત્યાર થી વિકી તેના પર જલી રહ્યો છે અને તેને ખરી ખોટી સંભળાવી રહ્યો છે.

bigg boss 17 ankita and vicky fighting in the bb house

bigg boss 17 ankita and vicky fighting in the bb house

News Continuous Bureau | Mumbai

Bigg boss 17:  બિગ બોસ 17 માં અભિનેત્રી અંકિતા લોખંડે તેના પતિ વિકી જૈન સાથે પહોંચી છે. બિગ બોસ ના ઘરમાં બંને વચ્ચે તું તું મેં મેં ચાલતી જ હોય છે. બંને શો માં ખુબ ઝગડી રહ્યા છે. બિગ બોસ માં અંકિતા અને વિકી ના ઝગડા એટલી હદ સુધી પહોંચી ગયા છે કે લોકો કહી રહ્યા છે કે બિગ બોસ ના ઘરમાંથી બહાર આવતા જ બંને છૂટાછેડા લઇ લેશે. આ બધાની વચ્ચે, અંકિતા ને તાજેતરમાં ઘરની નવી કેપ્ટન બનાવવામાં આવી હતી અને તે પછી ફરી એકવાર તેના પતિ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

Join Our WhatsApp Community

 

અંકિતા અને વિકી ની નોકઝોક 

બિગ બોસ 17‘નો એક પ્રોમો વીડિયો સામે આવ્યો છે, જેમાં વિકી જૈન અને અભિષેક કુમાર વાત કરી રહ્યા હોય છે ત્યારે અંકિતા ત્યાં આવે છે અને તેમને ગાર્ડન સાફ કરવાનો આદેશ આપે છે. આના પર વિકી કહે છે જ્યારે તેનું મન થશે ત્યારે તે કરશે. આ સાંભળી અંકિતા ગુસ્સે થઇ જાય છે અને વિકી ને કહે છે કેપ્ટન નું સન્માન કરો બસ પછી શું હતું બંને વચ્ચે આ બાબત ને લઈને નોકઝોક શરુ થાય છે અને અંકિતા અને વિકી એકબીજા પર આરોપ પ્રત્યારોપ લગાવે છે. 


બિગ બોસ ના ઘરમાં આવું પહેલીવાર નથી થયું જ્યાં અંકિતા અને વિકી ઝગડ્યા ના હોય. જ્યારથી બંને બિગ બોસ ના ઘરમાં આવ્યા છે ત્યારથી બંને વચ્ચે પ્રેમ ઓછો અને લડાઈ વધુ જોવા મળી રહી છે. 

આ સમાચાર પણ વાંચો : Salman khan: ટાઇગર બાદ બબ્બર શેર બનશે સલમાન ખાન! આ પ્રખ્યાત નિર્દેશક ની આગામી ફિલ્મ માં જોવા મળી શકે છે ભાઈજાન

 

Anupama Spoiler: અનુપમા માં આવશે જબરદસ્ત ટ્વીસ્ટ, ખ્યાતિ ની ચાલથી પરાગ મુકાશે મુશ્કેલીમાં, જાણો સિરિયલ ના આવનાર એપિસોડ વિશે
Sanjay Gupta: ડિરેક્ટર સંજય ગુપ્તા એ ખોલી આજના બોલિવૂડ અભિનેતા ની પોલ, અમિતાભ બચ્ચનની પ્રશંસા માં કહી આવી વાત
Ashish Kapoor: ટીવી એક્ટર આશિષ કપૂરને રેપ કેસમાં જામીન, જાણો કેમ તીસ હજારી કોર્ટ એ લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય
Karishma Sharma: ચાલતી ટ્રેનમાંથી કૂદી રાગીણી એમએમએસ ફેમ અભિનેત્રી કરિશ્મા શર્મા,ગંભીર રીતે થઇ ઘાયલ, જાણો હાલ કેવી છે તેની તબિયત
Exit mobile version