News Continuous Bureau | Mumbai
Bigg Boss 17:બિગ બોસ 17 તેના 9 સ્પર્ધક સાથે ફિનાલે તરફ આગળ વધી રહ્યો છે. હવે શો ના સ્પર્ધક વચ્ચે ટ્રોફી જીતવાની હોડ લાગી છે. આવી સ્થિતિમાં, દરેક વ્યક્તિ શોના વિજેતાનું નામ જાણવા માટે ઉત્સુક છે. હવે શો ને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર શોના વિજેતાનું નામ સામે આવ્યું છે. આ પછી દરેક જગ્યાએ તે સ્પર્ધકની ચર્ચા થઈ રહી છે.
બિગ બોસ 17 ના વિજેતા નું નામ થયું લીક
બિગ બોસ 17 માં અંકિતા લોખંડે અને વિકી જૈન ની નોકઝોક જોવા મળી રહી છે તો બીજી તરફ અંકિતા અને મુન્નવર ફારુકી વચ્ચે પણ મિત્રતા વધી રહી છે. આ સિવાય શો માં ઈશા માલવિયા ઉપરાંત ઘણા સ્પર્ધક એ પોતાની ગેમ થી શો માં પોતાની જાત ને ટકાવી રાખી છે. બિગ બોસ તેના ફિનાલે તરફ આગળ વધી રહ્યો છે આ દરમિયાન સોશિયલ મીડિયા પર શોના વિજેતાનું નામ સામે આવ્યું છે અને જેનું નામ વિજેતા તરીકે સામે આવ્યું છે તે બીજું કોઈ નહીં પણ મુન્નવર ફારૂકી નું છે.
Inside sources have confirmed that #MunawarFaruqui is lifting #BiggBoss17 Trophy on 28th January.
SAVE THE TWEET!
— Khabri 👂 (@real_khabri_1) January 9, 2024
તમને જણાવી દઈએ કે 28 જાન્યુઆરી એ બિગ બોસ 17 ના વિજેતા નું નામ જાહેર થશે. હાલમાં આ સમાચારમાં કેટલું સત્ય છે તે તો શોના ગ્રાન્ડ ફિનાલેમાં જ ખબર પડશે.
આ સમાચાર પણ વાંચો : Lakshadweep maldives controversy: પીએમ મોદી ની લક્ષદ્વીપ પોસ્ટ પર મચ્યો હંગામો ,#BoycottMaldives થઇ રહ્યું છે ટ્રેન્ડ, વડાપ્રધાન ના સમર્થન માં આવ્યા આ બોલિવૂડ કલાકાર