News Continuous Bureau | Mumbai
Bigg boss 17: ‘બિગ બોસ 17’ના પહેલા દિવસનો પહેલો પ્રોમો સામે આવ્યો છે. પ્રોમોમાં ઈશા માલવિયા અને અભિષેક કુમારની લડાઈ નો બતાવવામાં આવી હતી. આ બન્ને સલમાન ખાન ની સામે પણ લડતા હતા. બન્ને બિગ બોસ ના ઘરમાં એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરતા જોવા મળ્યા હતા.તેમજ અભિષેક અન્ય સ્પર્ધકો સાથે ઝપાઝપી કરતો પણ જોવા મળ્યો હતો.
બિગ બોસ 17 નો પ્રોમો
સલમાન ખાન નો શો બિગ બોસ 17 શરૂ થઇ ગયો છે. આ શો નો પ્રોમો પણ રિલીઝ કરવામાં આવ્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે,બિગ બોસ ના ઘર ની અંદર આવ્યા પછી પણ અભિષેક અને ઈશા વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલુ છે. ઈશા વાતચીત દરમિયાન કંઈક એવું બોલે છે જે અભિષેક સહન ના કરી શક્યો અને બંને એક બીજા પર ગુસ્સે થઇ ગયા અને બન્ને એકબીજાને ગમે તેમ બોલવા લાગ્યા.આ ઉપરાંત બિગ બોસે વિકી જૈન ને પણ પોતાનું દિમાગ વાપરવા માટે ઠપકો આપ્યો હતો.
Promo for Tomorrow #BB17 #BiggBoss17
Its #IshaMalviya Vs #AbhishekKumar and #Abhishek Gets Agressive pic.twitter.com/JwQAgzsXMd— The Khabri (@TheKhabriTweets) October 15, 2023
સલમાન ખાન ની સામે પણ થઇ બોલચાલ
બિગ બોસ 17 માં ભૂતપૂર્વ યુગલ ઈશા માલવિયા અને અભિષેક કુમાર પહેલા જ દિવસે છવાઈ ગયા હતા.. બંનેએ શોની પ્રીમિયર રાત્રે સલમાન ખાનની સામે એકબીજા પર ઉગ્ર આરોપો લગાવ્યા હતા. સલમાન ખાન સાથે વાત કરતી વખતે, એશા અને અભિષેકે તેમના સંબંધોમાંના મતભેદો અને મુદ્દાઓ વિશે ખુલીને વાત કરી અને તેમના અલગ થવાનું કારણ પણ જાહેર કર્યું. ત્યારબાદ બન્ને વચ્ચે શાબ્દિક યુદ્ધ થયું. ઈશા અને અભિષેકની દલીલ ત્યાં સુધી ચાલુ રહી જ્યાં સુધી સલમાન વચ્ચે આ આવ્યો. ત્યારબાદ બંને બિગ બોસ 17ના ઘરમાં એકસાથે પ્રવેશ્યા હતા.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે, લોકપ્રિય અભિનેતા અભિષેક કુમાર અને ઈશા માલવીયાએ સીરીયલ ‘ઉડરિયા’માં સાથે સ્ક્રીન શેર કરી હતી, હવે તે બંને બિગ બોસની 17મી સીઝન નો ભાગ છે. અભિષેક અને ઈશા રિલેશનશિપમાં હતા, પરંતુ મતભેદોને કારણે બંને અચાનક અલગ થઈ ગયા. બ્રેકઅપ બાદ અભિષેક અને ઈશા ફરી એકવાર બિગ બોસ 17માં સાથે આવ્યા છે. ઈશા અને અભિષેક ઉપરાંત આ શો માં અંકિતા લોખંડે-વિકી જૈન, ઐશ્વર્યા શર્મા-નીલ ભટ્ટ, મુનાવર ફારુકી, જિગ્ના વોરા, મન્નરા ચોપરા સહિત ઘણા સેલેબ્સે એન્ટ્રી લીધી છે.
આ સમાચાર પણ વાંચો: Salman khan tiger 3: ભારત-પાકિસ્તાન મેચ લાઈવ જોવા આવી રહ્યો છે ‘ટાઈગર’, સલમાન ખાને ચાહકોને આપ્યો ખાસ સંદેશ