Site icon

Bigg boss 17: બિગ બોસ 17 ની શરૂઆત જ થઇ લડાઈ થી, આ કપલે સલમાન ખાન ની સામે જ કરી એકબીજા સાથે દલીલ, વિકી જૈન ને પણ મળ્યો બિગ બોસ નો ઠપકો

Bigg boss 17: સલમાન ખાન નો કોન્ટ્રોવર્શિયલ શો 'બિગ બોસ 17' શરૂ થઈ ગયો છે. આ સાથે પહેલા દિવસનો પ્રોમો પણ રિલીઝ કરવામાં આવ્યો છે. પ્રોમોમાં ઈશા માલવિયા અને અભિષેક કુમાર લડતા જોવા મળે છે.

bigg boss 17 isha malviya and abhishek kumar fight in the house

bigg boss 17 isha malviya and abhishek kumar fight in the house

News Continuous Bureau | Mumbai

Bigg boss 17: ‘બિગ બોસ 17’ના પહેલા દિવસનો પહેલો પ્રોમો સામે આવ્યો છે. પ્રોમોમાં ઈશા માલવિયા અને અભિષેક કુમારની લડાઈ નો બતાવવામાં આવી હતી. આ બન્ને સલમાન ખાન ની સામે પણ લડતા હતા. બન્ને બિગ બોસ ના ઘરમાં એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરતા જોવા મળ્યા હતા.તેમજ અભિષેક અન્ય સ્પર્ધકો સાથે ઝપાઝપી કરતો પણ જોવા મળ્યો હતો.

Join Our WhatsApp Community

 

બિગ બોસ 17 નો પ્રોમો 

સલમાન ખાન નો શો બિગ બોસ 17 શરૂ થઇ ગયો છે. આ શો નો પ્રોમો પણ રિલીઝ કરવામાં આવ્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે,બિગ બોસ ના ઘર ની અંદર આવ્યા પછી પણ અભિષેક અને ઈશા વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલુ છે. ઈશા વાતચીત દરમિયાન કંઈક એવું બોલે છે જે અભિષેક સહન ના કરી શક્યો અને બંને એક બીજા પર ગુસ્સે થઇ ગયા અને બન્ને એકબીજાને ગમે તેમ બોલવા લાગ્યા.આ ઉપરાંત બિગ બોસે વિકી જૈન ને પણ પોતાનું દિમાગ વાપરવા માટે ઠપકો આપ્યો હતો. 

સલમાન ખાન ની સામે પણ થઇ બોલચાલ 

બિગ બોસ 17 માં ભૂતપૂર્વ યુગલ ઈશા માલવિયા અને અભિષેક કુમાર પહેલા જ દિવસે છવાઈ ગયા હતા.. બંનેએ શોની પ્રીમિયર રાત્રે સલમાન ખાનની સામે એકબીજા પર ઉગ્ર આરોપો લગાવ્યા હતા. સલમાન ખાન સાથે વાત કરતી વખતે, એશા અને અભિષેકે તેમના સંબંધોમાંના મતભેદો અને મુદ્દાઓ વિશે ખુલીને વાત કરી અને તેમના અલગ થવાનું કારણ પણ જાહેર કર્યું. ત્યારબાદ બન્ને વચ્ચે શાબ્દિક યુદ્ધ થયું. ઈશા અને અભિષેકની દલીલ ત્યાં સુધી ચાલુ રહી જ્યાં સુધી સલમાન વચ્ચે આ આવ્યો. ત્યારબાદ બંને બિગ બોસ 17ના ઘરમાં એકસાથે પ્રવેશ્યા હતા.


તમને જણાવી દઈએ કે, લોકપ્રિય અભિનેતા અભિષેક કુમાર અને ઈશા માલવીયાએ સીરીયલ ‘ઉડરિયા’માં સાથે સ્ક્રીન શેર કરી હતી, હવે તે બંને બિગ બોસની 17મી સીઝન નો ભાગ છે. અભિષેક અને ઈશા રિલેશનશિપમાં હતા, પરંતુ મતભેદોને કારણે બંને અચાનક અલગ થઈ ગયા. બ્રેકઅપ બાદ અભિષેક અને ઈશા ફરી એકવાર બિગ બોસ 17માં સાથે આવ્યા છે. ઈશા અને અભિષેક ઉપરાંત આ શો માં અંકિતા લોખંડે-વિકી જૈન, ઐશ્વર્યા શર્મા-નીલ ભટ્ટ, મુનાવર ફારુકી, જિગ્ના વોરા, મન્નરા ચોપરા સહિત ઘણા સેલેબ્સે એન્ટ્રી લીધી છે.

આ સમાચાર પણ વાંચો: Salman khan tiger 3: ભારત-પાકિસ્તાન મેચ લાઈવ જોવા આવી રહ્યો છે ‘ટાઈગર’, સલમાન ખાને ચાહકોને આપ્યો ખાસ સંદેશ

Navika Kotia: શ્રીદેવીની ઓન-સ્ક્રીન દીકરી નવિકા કોટિયા કરશે લગ્ન, કરોડપતિ બિઝનેસમેન સાથે બંધાયો સંબંધ
Taarak Mehta Ka Ooltah Chashmah: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનું કમબેક, ટપુના નિવેદનથી માહોલ ગરમાયો
Aishwarya Rai bachchan: શ્રી સત્ય સાઈ બાબાના શતાબ્દી સમારોહમાં ઐશ્વર્યા રાય બચ્ચન નું પ્રેરક સંબોધન: PM મોદીના આશીર્વાદ લીધા
120 Bahadur: ફરહાન અખ્તરની ફિલ્મ ‘120 બહાદુર’ મુશ્કેલીમાં, સેન્સર સર્ટિફિકેટ સામે દાખલ અરજી પર આ તારીખે થશે સુનાવણી
Exit mobile version