News Continuous Bureau | Mumbai
Bigg boss 17: સલમાન ખાન નો રિયાલિટી શો ‘બિગ બોસ 17’ શરૂ થઇ ગયો છે. બિગ બોસ 17 ના ઘરમાં રોજ કોઈ ના કોઈ વચ્ચે લડાઈ થતી જોવા મળે છે. હવે ફરી એક વાર અંકિતા લોખંડે અને ઐશ્વર્યા શર્મા વચ્ચે ઝગડો થતો જોવા મળી રહ્યો છે. બન્ને એવી રીતે લડ્યા હતા કે બન્નને ના પતિ વિકી જૈન અને નીલ ભટ્ટે તેમના બચાવમાં આવવું પડ્યું, પરંતુ આ પછી પણ લડાઈ અટકી નહીં. બિગ બોસ ના લેટેસ્ટ પ્રોમો માં આ લડાઈ જોવા મળી હતી
બિગ બોસ 17 નો નવો પ્રોમો
બિગ બોસ 17 કલર્સ ટીવી પર પ્રસારિત થઇ રહ્યો છે. હવે ચેનલે ઇન્સ્ટાગ્રામ પર એક પ્રોમો શેર કર્યો છે જેમાં અંકિતા અને ઐશ્વર્યા ઝગડો કરતા જોવા મળી રહ્યા છે. ચેલ દ્વારા શેર કરેલા વિડીયો માં જોઈ શકાય છે કે, ઐશ્વર્યા અંકિતાને કહે છે, ‘હું તને છેલ્લી વાર કહું છું.’ આ દરમિયાન અંકિતા તેને ‘શટ અપ’ કહીને જવાબ આપે છે., જેનો ઐશ્વર્યાએ પણ જવાબ આપ્યો. આ પછી અંકિતા કહેતી સંભળાય છે કે આ તમારો વર્ગ છે અને તેણે ઐશ્વર્યાને ‘સાયકો’ તરીકે ટેગ કરી. ઐશ્વર્યા પણ પાછળ ફરીને તેને પાગલ અને સાયકો કહે છે.
ત્યારબાદ નીલ ભટ્ટ તેની પત્નીને શાંત પાડવાનો પ્રયાસ કરે છે, પરંતુ ઐશ્વર્યા સાંભળતી નથી અને તેણે જવાબ આપ્યો, ‘બસ… તું પાગલ છે.’ વિકી પણ અંકિતાને શાંત રહેવા કહે છે. તે કહે, ‘બસ.’ શાંત થાઓ.’ આ બન્ને પોટ પોતાની પત્નીઓને શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા .
આ સમાચાર પણ વાંચોઃ Bigg boss 17 ankita lokhande: સુશાંત સિંહ રાજપૂત ને નથી ભૂલી શકી અંકિતા લોખંડે, બિગ બોસ 17 ના ઘરમાં અભિનેતા ને યાદ કરી કહી આવી વાત