News Continuous Bureau | Mumbai
Bigg boss 17: બિગ બોસ 17 માં અંકિતા લોખંડે અને વિકી જૈન વચ્ચેના સંબંધો વિવાદોમાં છે. જ્યારથી અંકિતા અને વિકી આ શો માં આવ્યા છે ત્યારથી તેઓ વચ્ચે કોઈને કોઈ વાત ને લઈને વિવાદ થતો જોવા મળે છે. શો માં અંકિતા વિકીના ખરાબ વર્તનને લઈને ઘણી વખત રડતી પણ જોવા મળી છે. આ બધાની વચ્ચે બિગ બોસે ફરી એકવાર અંકિતા અને વિકીની માતાને ઘરમાં આમંત્રણ આપ્યું હતું. બિગ બોસ ના ઘરમાં વિકી અને અંકિતા સાથે થોડો સમય વિતાવ્યા બાદ વિકી ની માતા બહાર આવી છે. બહાર આવ્યા બાદ વિકીની માતા રંજનાએ ઘણા ખુલાસા કર્યા છે.
વિકી જૈન ની માતા ને નહોતી પસંદ અંકિતા લોખંડે
બિગ બોસ ના ઘરમાંથી બહાર આવી વિકી જૈન ની માતા રંજના એ મીડિયા ને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો આ ઇન્ટરવ્યૂ દરમિયાન જ્યારે રંજનાને વિકી દ્વારા અંકિતાને થપ્પડ મારવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, “વિકીએ ઘણી વખત અંકિતા ને કહ્યું મને બોલવા દે. પરંતુ, તે સતત તેને અટકાવતી હતી આવી સ્થિતિમાં વિકી ગુસ્સે થઈ ગયો અને તેણે ધાબળો ફેંક્યો. માર્યું નથી. તેણે પ્રોમોને એવી રીતે કટ કર્યો કે એવું લાગતું હતું કે તે તેને મારવા જઈ રહ્યો છે.”
Vicky Jain’s mother feels doing this show with #AnkitaLokhande was Big Mistake
Aunty ji nai Bahu ki pol khol ke rakh di 🤣🤣🤣🤣🤣#AbhishekKumar #NeilBhatt pic.twitter.com/aYUjjKQhAl— sunny (@sunnykr2303) January 9, 2024
આ ઉપરાંત રંજના જૈન એ વિકી અને અંકિતા ના લગ્ન વિશે કહ્યું, “વિકીએ અંકિતા સાથે લગ્ન કર્યા છે. અમે આ લગ્નના સમર્થનમાં નહોતા. હવે જ્યારે વિક્કીએ લગ્ન કરી લીધા છે, તો માત્ર વિકી જ તેનું ધ્યાન રાખશે. અમારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. ના. આ બધું જોઈ રહ્યો છું, પણ એક વાર પણ અમે તેને કંઈ કહ્યું નથી. બહાર આવ્યા પછી તે તેનો સંબંધ સુધારશે. બગાડ્યો તેને છે તો સુધારશે પણ તેજ અને અમને વિકી પર વિશ્વાસ છે. તે સંભાળશે.”
આ સમાચાર પણ વાંચો : YRKKH Harshad chopra: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફેમ હર્ષદ ચોપરા ની ચમકી કિસ્મત! શો છોડતા જ મળ્યો નવો પ્રોજેક્ટ!અભિનેતા ની પોસ્ટે વધાર્યો ચાહકો નો ઉત્સાહ