News Continuous Bureau | Mumbai
Bigg boss 17: બિગ બોસ 17 તેના ફિનાલે તરફ આગળ વધી રહ્યો છે. બિગ બોસ ના ઘરમાં જ્યારથી અંકિતા અને વિકી આવ્યા છે ત્યારથી તેમના સંબંધ માં ખટાશ આવી છે. અંકિતા અને વિકી ના ફેન્સ ની સાથે સાથે તેમના ઘરવાળાઓ ને પણ તેઓ ઝગડે છે તે પસંદ નથી. ફેમિલી વીક દરમિયાન, અંકિતા ની સાસુએ અભિનેત્રીને કેટલીક કડવી વાતો કહી હતી તેમજ બિગ બોસ ના ઘરમાંથી બહાર આવી ને તેના વિશે ઘણી વાતો પણ મીડિયા ને જણાવી હતી.હવે વિકેન્ડ કા વારમાં, વિકીની ભાભી તેમજ અંકિતા ની માતા આવી છે. બિગ બોસ 17 નો વિકેન્ડ કા વાર ખાસ બનવાનો છે. આ એપિસોડ માં લાઈવ ઓડિયન્સ પણ આવશે અને તેઓ તેમના વોટ પણ આપશે. તેમજ તે વોટ ના આધારે કોઈ એક સ્પર્ધક ઘર ની બહાર જશે.
બિગ બોસ 17 નો પ્રોમો
બિગ બોસ 17 નો નવો પ્રોમો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે સલમાન ખાન શાહિદ કપૂર અને કૃતિ સેનન સાથે મસ્તી કરી રહ્યો છે. ત્યારબાદ અનિલ કપૂર આવે છે અને સલમાન ખાન ને કહે છે કે આ હવે એક વોર રૂમ બની ગયો છે.સલમાન ખાન વિકી જૈન ની ભાભી ને પૂછી રહ્યો છે કે તમારો પોઇન્ટ ઓફ વ્યુ શું છે વિકી અને અંકિતા ના સંબંધ ને લઈને તો તેના જવાબ માં વિકી ની ભાભી કહે છે જે દેખાઈ રહ્યું છે તે બંને વચ્ચે ન થવું જોઈએ. ત્યારબાદ સલમાન ખાન તેની ભાભી ને પૂછે છે કે વિકી ની માતા એ કહ્યું કે તેમને પહેલેથી અંકિતા અને વિકી નો સંબંધ પસંદ નહોતો તો આના પર અંકિતા ની માતા વચ્ચે જવાબ આપે છે કે તેને પણ આશ્ચર્ય થયું કે તેણી આમ કેમ કહી રહી છે.
#WeekendKaVaar Promo!! pic.twitter.com/g9KSte7amz
— Livefeed Updates (@BBossLivefeed) January 19, 2024
આ અઠવાડિયે અંકિતા લોખંડે, વિકી જૈન, આયેશા ખાન અને ઈશા માલવિયા નોમિનેટ થયા હતા. તેથી રોસ્ટ એપિસોડમાં, પ્રેક્ષકોના લાઇવ વોટિંગ મુજબ આયેશા ઘરમાંથી બહાર નીકળી જાય છે. મીડિયા માં એવું પણ કહેવામાં આવી રહ્યુ છે કે,ઈશા પણ બહાર જશે કારણ કે આ અઠવાડિયે ડબલ ઇવિક્શન થયું હતું.
આ સમાચાર પણ વાંચો : Rohit shetty: હસવા માટે થઇ જાઓ તૈયાર, આવી રહી છે ગોલમાલ 5, રોહિત શેટ્ટી એ આપ્યું ફિલ્મ પર અપડેટ