Site icon

Bigg boss 17: બીગ બોસ 17 નો વિકેન્ડ કા વાર બનશે મજેદાર, સલમાન ખાન પૂછશે વિકી જૈન ની ભાભી ને સવાલ

Bigg boss 17: બિગ બોસ 17 વિકેન્ડ કા વાર માં વિકી જૈન ની ભાભી તેમજ અંકિતા લોખંડે ની માતા જોવા મળશે. સલમાન ખાન વિકી ની ભાભી ને વિકી અને અંકિતા ના સંબંધ વિશે પૂછતો જોવા મળશે તેમજ અંકિતા ની માતા પણ અંકિતા ની સાસુ ના નિવેદન પર ઉત્તર આપતી જોવા મળશે.

bigg boss 17 weekend ka vaar episode salman khan questions to vicky jain bhabhi

bigg boss 17 weekend ka vaar episode salman khan questions to vicky jain bhabhi

News Continuous Bureau | Mumbai

Bigg boss 17: બિગ બોસ 17 તેના ફિનાલે તરફ આગળ વધી રહ્યો છે. બિગ બોસ ના ઘરમાં જ્યારથી અંકિતા અને વિકી આવ્યા છે ત્યારથી તેમના સંબંધ માં ખટાશ આવી છે. અંકિતા અને વિકી ના ફેન્સ ની સાથે સાથે તેમના ઘરવાળાઓ ને પણ તેઓ ઝગડે છે તે પસંદ નથી. ફેમિલી વીક દરમિયાન, અંકિતા ની સાસુએ અભિનેત્રીને કેટલીક કડવી વાતો કહી હતી તેમજ બિગ બોસ ના ઘરમાંથી બહાર આવી ને તેના વિશે ઘણી વાતો પણ મીડિયા ને જણાવી હતી.હવે  વિકેન્ડ  કા વારમાં, વિકીની ભાભી તેમજ અંકિતા ની માતા આવી છે. બિગ બોસ 17 નો વિકેન્ડ કા વાર ખાસ બનવાનો છે. આ એપિસોડ માં લાઈવ ઓડિયન્સ પણ આવશે અને તેઓ તેમના વોટ પણ આપશે. તેમજ તે વોટ ના આધારે કોઈ એક સ્પર્ધક ઘર ની બહાર જશે. 

Join Our WhatsApp Community

 

બિગ બોસ 17 નો પ્રોમો 

બિગ બોસ 17 નો નવો પ્રોમો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે સલમાન ખાન શાહિદ કપૂર અને કૃતિ સેનન સાથે મસ્તી કરી રહ્યો છે. ત્યારબાદ અનિલ કપૂર આવે છે અને સલમાન ખાન ને કહે છે કે આ હવે એક વોર રૂમ બની ગયો છે.સલમાન ખાન  વિકી જૈન ની ભાભી ને પૂછી રહ્યો છે કે તમારો પોઇન્ટ ઓફ વ્યુ શું છે વિકી અને અંકિતા ના સંબંધ ને લઈને તો તેના જવાબ માં વિકી ની ભાભી કહે છે જે દેખાઈ રહ્યું છે તે બંને વચ્ચે ન થવું જોઈએ. ત્યારબાદ સલમાન ખાન તેની ભાભી ને પૂછે છે કે વિકી ની માતા એ કહ્યું કે તેમને પહેલેથી અંકિતા અને વિકી નો સંબંધ પસંદ નહોતો તો આના પર અંકિતા ની માતા વચ્ચે જવાબ આપે છે કે તેને પણ આશ્ચર્ય થયું કે તેણી આમ કેમ કહી રહી છે.


આ અઠવાડિયે અંકિતા લોખંડે, વિકી જૈન, આયેશા ખાન અને ઈશા માલવિયા નોમિનેટ થયા હતા. તેથી રોસ્ટ એપિસોડમાં, પ્રેક્ષકોના લાઇવ વોટિંગ મુજબ આયેશા ઘરમાંથી બહાર નીકળી જાય છે. મીડિયા માં એવું પણ કહેવામાં આવી રહ્યુ છે કે,ઈશા પણ બહાર જશે કારણ કે આ અઠવાડિયે ડબલ ઇવિક્શન થયું હતું.  

આ સમાચાર પણ વાંચો : Rohit shetty: હસવા માટે થઇ જાઓ તૈયાર, આવી રહી છે ગોલમાલ 5, રોહિત શેટ્ટી એ આપ્યું ફિલ્મ પર અપડેટ

 

Suhana on Shahrukh and Gauri: સુપરસ્ટારની દીકરી હોવા છતાં આટલી સાદગી! જ્યારે મૂંઝવણમાં હોય ત્યારે સુહાના ખાન કોની લે છે સલાહ? કિંગ ખાનના લાડલીએ ખોલ્યું દિલ
Dhurandhar 2 Trailer Update: ‘ધુરંધર 2’ ના ટ્રેલરનું કાઉન્ટડાઉન શરૂ; અક્ષય ખન્નાની એન્ટ્રી અને ફિલ્મની રિલીઝ ડેટ વિશે જાણો બધું જ અહીં
Shahrukh khan King: બોલીવુડમાં ફરી આવશે ‘કિંગ’ ખાનનું શાસન! સુહાના ખાન સાથેની ફિલ્મે રિલીઝ પહેલા જ બનાવ્યો આ મોટો રેકોર્ડ
Akshay Kumar TV Comeback: અક્ષય કુમાર હોસ્ટ કરશે ‘વ્હીલ ઓફ ફોર્ચ્યુન ઇન્ડિયા’; ટીવી અને OTT પર વર્ષો પછી જોવા મળશે ખિલાડી કુમાર નો જાદુ
Exit mobile version