Bigg boss 17: બિગ બોસ 17 ના વિકેન્ડ કા વાર માં કરણ જોહરે લગાવી સ્પર્ધક ની ક્લાસ, વિકી જૈન ને તેની માતા ના વ્યવહાર માટે કહી આવી વાત

Bigg boss 17: બિગ બોસ 17 ના ફેમેલી વીક માં જ્યારથી વિકી ની માતા આવી ત્યારથી તે ચર્ચામાં છે શો માં વિકી ની માતા એ અંકિતા ને ઘણું બધું કહ્યું હતું. ત્યારબાદ વિકી ની માતા એ બહાર આવી ને પણ અંકિતા વિશે ઘણું કહ્યું હતું.

by Zalak Parikh
bigg boss 17 weekend ka vaar karan johar supports ankita lokhande

News Continuous Bureau | Mumbai

Bigg boss 17: બિગ બોસ 17 ના વિકેન્ડ કા વાર એપિસોડ ખુબ મજેદાર બનવાનો છે. આ એપિસોડ માં સલમાન ખાન ની જગ્યા કરણ જોહરે લીધી છે. વિકેન્ડ કા વાર દરમિયાન કરણ જોહર સ્પર્ધકો ની ક્લાસ લગાવતો જોવા મળશે. આ દરમિયાન કરણ જોહર શો ના ફેમિલી વીક દરમિયાન વિકી ની માતા એ જે અંકિતા ને કહ્યું હતું તેના વિશે વિકી સાથે વાત કરતો જોવા મળશે.

 

કરણ જોહરે વિકી જૈન ને કહી આ વાત 

બિગ બોસ 17 નો નવો પ્રોમો સામે આવ્યો છે જેમાં કરણ જોહર વિકી ને કહેતો જોવા મળે છે કે,’જ્યારે તારી માતા બિગ બોસના ઘરમાં આવે છે અને અંકિતાને કેટલાક પ્રશ્નો પૂછે છે, તો પતિ તરીકે તારે તેની પાછળ ઊભા રહેવું જોઈએ. હું એમ નથી કહેતો કે તારે તારી માતા સામે કંઈ બોલવું જોઈએ. પણ હું એટલું જ કહેવા માંગુ છું કે તે સમયે તમારે તમારી પત્નીને એક જ પ્રશ્ન પૂછવો જોઈતો હતો, અંકિતા શું થયું?’


ત્યારબાદ વિકી અંકિતા ને કહેતો જોવા મળે છે કે, “જો તારા પપ્પા હોત તો તું શું કહેત?” આ બધું જોઈને પિતાને પણ આવી જ લાગણી થઈ શકે છે. જો તમે કંઈપણ સંભાળી શકતા નથી તો તમે ખોટી પ્રતિક્રિયા આપો છો, તમે જે રીતે મારી સાથે વાત કરો છો, તે નેશનલ ટીવી પર યોગ્ય નથી લાગતું. મને ખબર નથી કે તમે આટલી સરળ વાત ક્યારે સમજી શકશો? અંકિતા કોઈ જવાબ આપ્યા વિના ચુપચાપ વિકીની વાત સાંભળતી જોવા મળે છે. 

આ સમાચાર પણ વાંચો : Koffee with karan 8: કોફી વિથ કરણ 8 માં નીતુ કપૂરે કર્યા ઘણા ખુલાસા, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ને આપવા માંગે છે આ સલાહ

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More