News Continuous Bureau | Mumbai
Bigg boss 18: બિગ બોસ 18 માં વિવિયન ડીસેના જોવા મળી રહ્યો છે.વિવિયન તેની પ્રોફેશનલ લાઈફ કરતા તેની પર્સનલ લાઈફ ને લઈને વધુ ચર્ચામાં રહ્યો હતો. વિવિયન ખ્રિસ્તી માંથી મુસ્લિમ બન્યો હતો જેને કારણે તેને ઘણી મુશ્કેલી ની સામનો કરવો પડ્યો હતો. હવે આટલા વર્ષો બાદ વિવીયને બિગ બોસ ના ઘરમાં આ અભિનેત્રી સામે પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Rekha birthday: સાવન ભાદોથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર અભિનેત્રી રેખા આજે છે કરોડો ની સંપત્તિ ની માલકીન, જાણો અભિનેત્રી ની નેટવર્થ વિશે
વિવિયન એ વ્યક્ત કર્યું પોતાનું દર્દ
સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં વિવિયન અરફીન અને શિલ્પા શિરોડકર સાથે તેમના ધર્મ પરિવર્તન વિશે વાત કરતા જોવા મળે છે. વિવિયન કહે છે, ‘મેં વિચાર્યું કે, જો હું એક લેખ આપું અને દરેકને સ્પષ્ટ કરું તો બધા સમજી જશે. મારા પિતાના તેમના એક ભાઈનો ફોન આવ્યો. સીધું બોલ્યા તમે, સાંભળ્યું? તમે આ કેવી રીતે થવા દીધું? પપ્પા કહે, તમે કોણ છો? તમારી પાસે તેનો ફોન નંબર છે? તે છેલ્લા 18 વર્ષથી મુંબઈમાં છે. શું તમે તેને ક્યારેય ફોન કર્યો છે? તેની પાસે આ પ્રશ્નોના કોઈ જવાબ નહોતા. પપ્પાએ કહ્યું ફોન રાખો. ‘
Vivian Dsena openly shares how he embraced Islam and faced unexpected Backlash from relatives.
Despite the criticism, he stood firm With his personal choice .
Respect for his honesty and courage to follow his heart ❤️
— Varun King 👑 of 💕 (@IamBarunSRK) October 12, 2024
પોતાની વાત ને આગળ વધારતા વિવીયને કહ્યું- ‘જ્યારે હું યમુનાનગરમાં એક બેડરૂમમાં પાંચ લોકો સાથે રહેતો હતો ત્યારે કોઈએ ફોન કર્યો ન હતો. દીકરા, તારી પાસે ખાવાના પૈસા છે કે નહીં? હવે બધા મારા પિતરાઈ ભાઈ, ભત્રીજાને યાદ કરી રહ્યા છે. મારી માતાએ મને લાંબા સમય પહેલા એક વાત કહી હતી. દુનિયા હંમેશા ઉગતા સૂર્યને વંદન કરે છે.’ તમને જણાવી દઈએ કે વિવિયન એ વર્ષ 2019 માં તેણે પોતાનો ધર્મ બદલી ને મુસ્લિમ બની ગયો. નૌરાન અલી સાથે લગ્ન કરવા માટે અભિનેતાએ પોતાનો ધર્મ બદલી નાખ્યો હતો.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)