Site icon

સલમાન ખાન કરતાં પણ ખરાબ છે આ વ્યક્તિ, જે હિંસા ફેલાવે છે અને સગાવાદને પ્રોત્સાહન આપે છે; બિગ બૉસની ભૂતપૂર્વ સ્પર્ધક સોફિયા હયાતનો ઘટસ્ફોટ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 27 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

‘બિગ બૉસ OTT’ને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. નિર્માતા-નિર્દેશક કરણ જોહરને આ વખતે શોમાં હોસ્ટ કરવાની તક મળી છે. બિગ બૉસની ભૂતપૂર્વ સ્પર્ધક સોફિયા હયાતે ગુરુવારે ફિલ્મનિર્માતા અને ‘બિગ બૉસ OTT’ હોસ્ટ કરણ જોહર તેમ જ અભિનેતા સલમાન ખાનની નિંદા કરી હતી. કરણને સલમાન કરતાં ખરાબ ગણાવતાં તેણે તેના પર હિંસા અને ભત્રીજાવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો. તેણે રિયાલિટી શો સામે પણ કટાક્ષ કર્યો હતો.

એક મીડિયા હાઉસ સાથેના તેના એક ઇન્ટરવ્યૂમાં સોફિયાએ કહ્યું, "કરણ જોહર શોના હોસ્ટ તરીકે સલમાન ખાન કરતાં પણ ખરાબ છે." તેણે એમ પણ કહ્યું કે કરણ શોમાં હિંસા અને ભત્રીજાવાદને પ્રોત્સાહન આપે છે. તેણે એમ પણ કહ્યું કે આ શો હિંસક વર્તન અને આક્રમકતાને પણ પ્રોત્સાહન આપે છે. સોફિયા હયાત આગળ કહે છે કે ભારત આધ્યાત્મિકતાની ભૂમિ છે, જ્યાં ધર્મ કોઈને નુકસાન કરતો નથી. કરણ અને બિગ બૉસ આ ધર્મની વિરુદ્ધ જઈ રહ્યા છે. તેઓ આ દેવભૂમિનું અપમાન કરી રહ્યા છે. તેઓ શોમાં હિંસા, ભત્રીજાવાદ અને અશ્લીલતાને પ્રોત્સાહન આપી રહ્યા છે.

સોફિયા 2013માં ‘બિગ બૉસ 7’માં સ્પર્ધકોમાંની એક હતી. તેણે આ વર્ષની શરૂઆતમાં સલમાનની ફિલ્મ ‘રાધે : યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’ માટે પણ નિંદા કરી હતી. ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી નોંધમાં તેણે ‘બિગ બૉસ’ વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું, "મેં જાતે જ સલમાનની બાજુમાં ‘બિગ બૉસ’ની ફાઇનલમાં સ્ટેજ પર ન આવવાનું નક્કી કર્યું, કારણ કે મારી નૈતિકતા અને સત્યતા મારા અહંકાર કરતાં વધુ મજબૂત છે."

શનાયા કપૂર બાદ હવે કરણ જોહર આ સ્ટારકિડને ઇન્ડસ્ટ્રીમાં કરી રહ્યો છે લૉન્ચ; જાણો વિગત

6 અઠવાડિયાં પછી ‘બિગ બૉસ OTT’ ટીવી પર શિફ્ટ થશે, જે સલમાન ખાન ‘બિગ બૉસ 15’ના નામે હોસ્ટ કરશે. એમાં ઘણાં સેલિબ્રિટી કપલ્સ પણ પ્રવેશ કરશે. અહેવાલો અનુસાર, 'બિગ બોસ 15' માટે સેલેબ્સનાં નામ થોડાં અઠવાડિયાં પછી જાહેર કરવામાં આવશે.

Urvashi Rautela and Mimi Chakraborty: ઉર્વશી રૌતેલા અને મિમી ચક્રવર્તીને ED દ્વારા પાઠવવામાં આવ્યા સમન, જાણો શું છે સમગ્ર મામલો
Kartik-Ananya: કાર્તિક-અનન્યાની ફિલ્મ તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી ના રિલીઝ ડેટ ની થઇ જાહેરાત, બંને એ તેમના સોશિયલ મીડિયા પર શેર કરી માહિતી
Aamir Khan: આમિર ખાનની ‘સિતારે ઝમીન પર’ ફિલ્મે યુટ્યુબ થી કરી આટલા ગણી વધુ કમાણી, હવે ઓટિટિ માટે છે તૈયાર અભિનેતા
Ankita Lokhande: અંકિતા લોખંડેના પતિ વિકી જૈન ના હાથમાં લાગ્યા 45 ટાંકા, ઇમોશનલ થઈને શેર કર્યો ભાવનાત્મક સંદેશ
Exit mobile version