Site icon

બિગ બોસ ૭ની વિજેતા અને અભિનેત્રી ગોહર ખાનએ પોતાના કરતા આઠ વરસ નાના ઝૈદ દરબાર સાથે કરી સગાઈ..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
06 નવેમ્બર 2020 
છેલ્લા કેટલાક દિવસોથી ઈસ્માઈલ દરબારના પુત્ર ઝૈદ દરબાર અને ગૌહર ખાન ટૂંક સમયમાં લગ્ન કરવાના છે તેવી ચર્ચાઓ ઘણા સમયથી ચાલી રહી હતી. આ તમામ ચર્ચાઓનો આખરે અંત આવ્યો છે.  અભિનેત્રીએ કન્ફર્મ કર્યું છે અને એક ખાસ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ બંનેમાંથી કોઈએ પણ રિલેશનશીપ અંગે કોઈ ટિપ્પણી કરી ન હતી. બંને એકબીજાને સારા મિત્રો કહેતા હતા. ગૌહર ખાને હાલમાં જ સિંગર ઇસ્માઇલ દરબારના દીકરા જૈદ દરબાર સાથે સગાઈ કરી લીધી છે. ગૌહર અને જૈદે તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પર સગાઈને કન્ફર્મ કરી છે. રિપોર્ટ્સ મુજબ ગૌહર અને જૈદ બંને 25 ડિસેમ્બરના નિકાહ કરશે. નોંધનીય છે કે ગૌહર ખાનની ઉંમર ઝૈદ કરતા વધુ છે. ગૌહર 37 વર્ષની છે.

Join Our WhatsApp Community

થોડા દિવસો પહેલા ઝૈદ દરબારના પિતા અને સંગીતકાર ઇસ્માઇલ દરબાર એ બંનેના સંબંધો પર પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું હતું કે જો ઝૈદ અને ગૌહર લગ્ન કરવા માંગતા હોય તો હું શા માટે આ બંનેને આશીર્વાદ નહીં આપીશ? બંને બાળકો એક સંબંધમાં છે. ઝૈદ 29 વર્ષનો છે અને તે શું કરવાનું છે તે જાણે છે. ઇસ્માઈલે આગળ કહ્યું હતું કે ઝૈદે તેની સાવકી મમ્મી આયેશાને ગૌહર ખાન સાથેના સંબંધ વિશે જણાવ્યું હતું. જો ઝૈદ ખુશ છે તો હું પણ ખુશ છું.’

‘Oye Oye’ Song Trivia: શું ‘ત્રિદેવ’નું આઈકોનિક ગીત ‘ઓયે-ઓયે’ પણ ઓરિજિનલ નહોતું? પાઈરેસી અને વિવાદો વચ્ચે જૂના ગીતનું સત્ય આવ્યું સામે
Anant Ambani Birthday: અંબાણી પરિવારના લાડલાનો જન્મદિવસ: રણવીર-જાનહવીના ગરબા અને ગૌરી ખાનની ભક્તિ, જુઓ જામનગરની ઝાકઝમાળ
Aditya Dhar Net Worth : ‘ધુરંધર 2’ ના ડિરેક્ટર આદિત્ય ધરનું આલીશાન સામ્રાજ્ય! નેટવર્થથી લઈને લક્ઝરી કાર સુધીના આંકડાઓ આવ્યા સામે
Sara Arjun as Madhubala: સંજય લીલા ભણસાલીને મળી ગઈ તેની ‘મધુબાલા’! ‘ધુરંધર 2’ ની આ એક્ટ્રેસ મચાવશે પડદા પર ધૂમ.
Exit mobile version