Nitin gadkari biopic: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ના જીવન પર આધારિત ફિલ્મ ની થઇ જાહેરાત, આ દિવસે મોટા પડદા પર રિલીઝ થશે ફિલ્મ

Nitin gadkari biopic: કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીના જીવન પર આધારિત બાયોપિક ફિલ્મ બનાવવામાં આવી છે. આ ફિલ્મનું નામ છે ‘ગડકરી’ અને આ ફિલ્મ 27મી ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે.

by Zalak Parikh
biopic of union minister nitin gadkari will be released in the month of october

News Continuous Bureau | Mumbai

Nitin gadkari biopic: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના જીવન પર આધારિત ફિલ્મ ‘ગડકરી’ 27 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ મરાઠી ભાષા માં બનાવવામાં આવી છે. આ ફિલ્મનું પોસ્ટર પણ સામે આવ્યું છે. દેશના હાઈવેને નવો લુક આપનાર અને હાઈવે-મેન ઓફ ઈન્ડિયા તરીકે ઓળખાતા નીતિન ગડકરીના જીવન પર આ ફિલ્મ બનાવવામાં આવી છે. 

 

નીતિન ગડકરી ની બાયોપિક 

નીતિન ગડકરી વિદર્ભના પહેલા નેતા છે જેમના જીવન પર બાયોપિક 70 એમએમ સ્ક્રીન પર બતાવવામાં આવી રહી છે. આ ફિલ્મ 27 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. અનુરાગ ભુસારી ફિલ્મ ગડકરીના દિગ્દર્શક છે, તેની વાર્તા અને પટકથા પણ તેમની છે અને અક્ષય દેશમુખ આ ફિલ્મના નિર્માતા છે.આ ફિલ્મ દ્વારા દર્શકોને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ના જીવનના અસ્પૃશ્ય પાસાઓ સ્ક્રીન પર જોવા મળશે. ફિલ્મમાં ગડકરીનો સંઘર્ષ, જનસંઘથી ભાજપ સુધીની તેમની સફર, સંઘના સ્વયંસેવક તરીકે તેમનું યોગદાન, તેમની રાજકીય સફર, આ તમામ બાબતો ફિલ્મ દ્વારા બતાવવામાં આવશે.

 

View this post on Instagram

 

A post shared by Taran Adarsh (@taranadarsh)


આ પોસ્ટરમાં અભિનેતાનો ચહેરો દેખાતો નથી, પરંતુ અહેવાલો સૂચવે છે કે મરાઠી અભિનેતા રાહુલ ચોપરા ફિલ્મમાં નીતિન ગડકરીની ભૂમિકા ભજવી રહ્યા છે. રાહુલની સાથે ઐશ્વર્યા ડોર્લી અને તૃપ્તિ પ્રમિલા કાલકર પણ આ ફિલ્મની કાસ્ટનો ભાગ છે.

આ  સમાચાર પણ વાંચો : Janhvi kapoor: બહેન હોય તો આવી,ખુશી કપૂર માટે એક્ટિંગ છોડી આ કામ કરવા માંગતી હતી જાહ્નવી કપૂર,અભિનેત્રી એ કર્યો ખુલાસો

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More