ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 ઑક્ટોબર, 2021
બુધવાર
ફરી એક વાર બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર માલદીવના પ્રવાસે છે. બિપાશા બાસુ અને કરણ (કરણ સિંહ ગ્રોવર)એ આ વૅકેશનની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. આ વર્ષે બિપાશા અને કરણનો માલદીવનો આ બીજો પ્રવાસ છે. આ પહેલાં બંને ફેબ્રુઆરીમાં માલદીવના પ્રવાસે હતાં.
આ તસવીરોમાં બિપાશા અને કરણ પૂલમાં એકબીજા સાથે રોમૅન્ટિક અંદાજમાં જોવા મળી રહ્યાં છે, જ્યારે આ સમય દરમિયાન બિપાશા કાળી મોનોકિનીમાં જોવા મળે છે. બંને એકબીજાની બાહોમાં અને પ્રેમમાં સંપૂર્ણપણે ખોવાયેલાં જોવા મળે છે. આ તસવીરોમાં કરણ સિંહ ગ્રોવરની સ્ટાઇલ એકદમ બદલાયેલી દેખાય છે. કરણ મોટી થયેલી દાઢીમાં જોવા મળે છે.
કરણ અને બિપાશાએ વર્ષ 2016માં એકબીજા સાથે લગ્ન કર્યાં હતાં. આવી સ્થિતિમાં તેમની સિઝલિંગ કેમિસ્ટ્રી જોઈને ચાહકો કહે છે કે લગ્નનાં પાંચ વર્ષ પછી પણ તેમનો હનીમૂન પિરિયડ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો.
તમને જણાવી દઈએ કે બિપાશા અને કરણની ગણતરી બી ટાઉનના સૌથી રોમૅન્ટિક કપલ્સમાં થાય છે. આ દંપતી એકબીજા સાથે સમય પસાર કરવાનું સૌથી વધુ પસંદ કરે છે. લગ્ન પહેલાં જ્યાં બિપાશા તેના બોલ્ડ કૃત્યો માટે જાણીતી હતી, લગ્ન પછી તે પતિ કરણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. બિપાશા અને કરણનું બૉન્ડિંગ ઘણી વાર સોશિયલ મીડિયા પર પણ જોવા મળે છે. બંને એકબીજા સાથે જીવનનો ભરપૂર આનંદ માણી રહ્યાં છે.
ટિકટૉક પ્રતિબંધને કારણે રિતેશ દેશમુખ બન્યો હતો બેકાર, પછી શરૂ કર્યું આ કામ; જાણો વિગત