તબિયત બગડતાં ઇલિયાના ડીક્રુઝ થઇ હોસ્પિટલમાં દાખલ, અભિનેત્રી એ ખુદ આપી માહિતી

'બરફી' ફેમ અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝ હાલમાં હોસ્પિટલમાં દાખલ છે. તેણે હોસ્પિટલના ફોટા શેર કરી ને હેલ્થ અપડેટ આપ્યું છે. ચાહકો તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

તબિયત બગડતાં ઇલિયાના ડીક્રુઝ થઇ હોસ્પિટલમાં દાખલ, અભિનેત્રી એ ખુદ આપી માહિતી

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝની તબિયત બગડતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેણે પોતે સોશિયલ મીડિયા પર પોતાના સ્વાસ્થ્યને લગતા અપડેટ્સ શેર કર્યા છે. પોતાની તસવીરો શેર કરીને અભિનેત્રીએ ચાહકોને જણાવ્યું કે તેની તબિયત સારી નથી અને તેને હોસ્પિટલમાં લાવવામાં આવી છે. ઇલિયાનાએ શેર કરેલી તસવીરોમાં તે હોસ્પિટલના બેડ પર પડેલી જોવા મળી રહી છે. આ સાથે તેના હાથમાં ડ્રિપ પણ છે. જોકે, રાહતની વાત છે કે તેની હાલતમાં ઝડપથી સુધારો થયો છે અને તે સ્વસ્થ થઈ રહી છે. ઇલિયાનાના ચાહકો તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. ઇલિયાનાએ ફેન્સને એક સંદેશ પણ આપ્યો છે.

Join Our WhatsApp Community

 

ઇલિયાના એ આપ્યું હેલ્થ અપડેટ 

ઈલિયાના એ ઈન્સ્ટાગ્રામ પર ફોટો સાથે કેપ્શનમાં લખ્યું, ‘મારા સ્વાસ્થ્ય વિશે માહિતી માટે સતત મેસેજ કરનારા તમામ નો આભાર. હું હવે ઠીક છું અને મને સમયસર સારવાર મળી છે. તેણે એમ પણ લખ્યું છે- ‘એક દિવસમાં કેટલું બદલાય છે. કેટલાક સારા ડોકટરો અને IV પ્રવાહીની 3 બેગ’.મીડિયા રિપોર્ટ અનુસાર ઇલિયાના ને ડિહાઇડ્રેશન ને કારણે હોસ્પિટલ માં એડમિટ કરવામાં આવી હતી.  

ઇલિયાના નું વર્કફ્રન્ટ 

ઇલિયાના ના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી લાંબા સમયથી કોઈ ફિલ્મ કે પ્રોજેક્ટમાં જોવા મળી નથી. તે છેલ્લે ‘ધ બિગ બુલ’માં અભિષેક બચ્ચન સાથે સ્ક્રીન સ્પેસ શેર કરતી જોવા મળી હતી. આ ફિલ્મમાં તેનું મહત્ત્વનું પાત્ર હતું. ઇલિયાના એ વર્ષ 2012માં અનુરાગ બાસુની ફિલ્મ ‘બરફી’ થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં રણબીર કપૂર અને પ્રિયંકા ચોપરા પણ મુખ્ય ભૂમિકામાં હતા.

Border 2 Advance Booking: થિયેટરોમાં ગુંજશે હિન્દુસ્તાન ઝિંદાબાદ! ‘બોર્ડર 2’ ના એડવાન્સ બુકિંગે મચાવ્યો હડકંપ; રિલીઝ પહેલા જ ફિલ્મે કરી કરોડોની કમાણી
TRP Week 1, 2026: રેટિંગમાં પાછળ પડી ‘અનુપમા’, શું હવે રુપાલી ગાંગુલીનો જાદુ ઓસરી રહ્યો છે? જાણો કઈ સીરિયલે મારી બાજી અને કોણ છે નંબર-1
Love & War Leak: રણબીર-આલિયાના ‘રેટ્રો’ લુકે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ! ‘લવ એન્ડ વોર’ માંથી 80 ના દાયકાની ઝલક થઈ લીક; વિકી કૌશલના રોલ પર વધ્યું સસ્પેન્સ
Success Story: ચોકીદારથી કરોડોના ટ્રેનર સુધીની સફર! અંબાણી પરિવારને ફિટ રાખતા વિનોદની સંઘર્ષગાથા; જાણો કેવી રીતે બદલાયું નસીબ
Exit mobile version