ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૨ મે 2021
બુધવાર
બોલીવુડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર પોતાના લૂકને લઈને સતત ચર્ચામાં રહે છે. જાહ્નવી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની ચર્ચિત સ્ટાર કિડ્સ પૈકી એક છે. જાહ્નવી સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. અવાર નવાર તેની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે. આ તસવીરોમાં તે પિંક કલરના શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે.

તસવીરોમાં તે માથું પકડીને હસતી જોવા મળે છે તો ક્યારેક કંઈક વિચારતા જોવા મળી રહી છે. આ ડ્રેસની સાથે તેના લાંબા ખુલ્લા વાળ તેના ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યા છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી જાહ્નવી કપૂર છેલ્લે રૂહી ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મ જાહ્નવી રાજકુમાર રાવ સાથે લીડ રોલમાં જોવા મળી હતી.

જોકે, કોવિડના વધતા સંક્રમણને કારણે આ ફિલ્મને બોક્સ ઓફિસ પર જોઈએ એવી સફળતા મળી શકી નહોંતી. પણ દર્શકોએ જાહ્વવીના કામના વખાણ કર્યા હતાં.
