બૉલીવુડ અભિનેત્રી કેટરિના કૈફે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી બોલ્ડ તસવીર, થઈ વાયરલ

by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

08 માર્ચ 2021

કેટરિના કૈફ એક બ્રિટીશ ભારતીય અભિનેત્રી અને મોડલ છે જે મુખ્યત્વે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં કામ કરે છે. બોલીવુડમાં પોતાની જગ્યા બનાવી ચુકેલી એક્ટ્રેસ કેટરીના કૈફે છેલ્લા કેટલાક દિવસોમાં સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. 

કેટરીનાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર બ્લૂ મોનોકિનીમાં પોતાની ખૂબ જ બોલ્ડ તસવીરો પોસ્ટ કરી છે. જેમાં કેટરીના દરિયા કિનારે બીચ પર મસ્તી કરતી નજર આવી રહી છે. આ તસવીરોને લઈને તેના ફેન્સ ખૂબ પ્રશંસા કરી રહ્યાં છે. 

બોલિવૂડની જાણીતી અભિનેત્રી કેટરિના કૈફ તેના અભિનયની સાથે સાથે તેના જબરદસ્ત ડાન્સ માટે પણ જાણીતી છે. તેણે ન માત્ર ફિલ્મોમાં તેના ડાન્સથી ધૂમ મચાવી છે.

કેટરીનાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લી વખત ફિલ્મ ભારતમાં નજર આવી હતી. જલ્દી જ તે રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશીમાં નજર આવશે.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment