ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 ઑક્ટોબર, 2021
શનિવાર
50ના દાયકાના બોલિવુડના દિગ્ગજ અભિનેત્રી મીનુ મુમતાઝનું 79 વર્ષની ઉંમરે નિધન થયું છે.
પ્રાપ્ત જાણકારી મુજબ મીનુ મુમતાઝે કેનેડા ખાતે અંતિમ શ્વાસ લીધા હતા.
મુમતાઝના ભાઈ અનવર અલીએ ઓફિશિયલી આ માહિતી જાહેર કરી છે.
તેમણે બલરાજ સાહની, ગુરૂદત્ત જેવા દિગ્ગજ અભિનેતાઓ સામે મુખ્ય અભિનેત્રી તરીકે કામ કર્યું હતું.
તેમણે 1950 અને 1960 એમ બે દાયકા દરમિયાન અનેક હિંદી ફિલ્મોમાં કામ કર્યું હતું.
કાગઝ કા ફૂલ, ચૌંદવી કા ચાંદ, સાહિબ બીવી ઓર ગુલામ, તાજમહલ, ઘૂંઘટ, ઈન્સાન જાગ ઉઠા, ઘર બસાકે દેખો, ગઝલ જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા.
આ ઉપરાંત મુમતાઝે ફિલ્મોમાં ડાન્સર અને કેરેક્ટર આર્ટિસ્ટ તરીકે કામ કર્યું હતું.
મીનૂએ સ્ટેજ ડાન્સર તરીકે પોતાની કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ 50ના દશકામાં તે ડાન્સર તરીકે અનેક ફિલ્મોમાં જોવા મળી હતી.
મુંબઈ મહાનગર પાલિકાનું લેટ લતીફ પગલું : હવે આ લોકોની વિરુદ્ધમાં એફઆઇઆર નોંધી.
 
			         
			         
                                                        