News Continuous Bureau | Mumbai
સિનેમા જગતમાં(world of cinema) આપણે વારંવાર સાંભળીએ છીએ અને જોઈએ છીએ કે બોલીવુડની ઘણી ફિલ્મો(Bollywood movies ) કાં તો સાઉથ અથવા હોલીવુડની રીમેક(Hollywood remake) હોય છે. જો કે એવું નથી કે હોલીવુડ કે સાઉથમાં(South Industry) હિન્દી ફિલ્મોની રીમેક(Remake of Hindi movies) નથી થઈ. દરેક ભાષાની સિનેમા તેના દર્શકો સુધી સારી ફિલ્મો લાવવા માંગે છે. આવી સ્થિતિમાં, કેટલીક હિન્દી ફિલ્મો છે જે કોરિયન ફિલ્મોથી કોપી અથવા પ્રેરિત છે. આવી જ કેટલીક ફિલ્મો પર કરીએ એક નજર…
(Zinda) ઝિંદાઃ 2006માં સંજય દત્ત(Sanjay Dutt), જોન અબ્રાહમ(John Abraham), લારા દત્તા(Lara Dutta) અને સેલિના જેટલી અભિનીત ફિલ્મ ઝિંદા રિલીઝ થઈ હતી. આ ફિલ્મ સામાન્ય બોલિવૂડ ફિલ્મ કરતાં અલગ હતી અને જ્હોને સંજય સાથે જોરદાર અભિનય કર્યો હતો. તમને જણાવી દઈએ કે આ સાઉથ કોરિયન કલ્ટ ફિલ્મ(South Korean cult film) ‘ઓલ્ડબોય(Oldboy)’ પરથી કોપી કરવામાં આવી હતી. મીડિયા અહેવાલો અનુસાર, મૂળ કોરિયન ફિલ્મે કાન્સ 2004માં પણ પ્રશંસા મેળવી હતી. તે જ સમયે, જ્હોનને બોલિવૂડમાં આ ફિલ્મ માટે શ્રેષ્ઠ વિલનનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : ફોર મોર શોટ્સ પ્લીઝ ની ત્રીજી સિઝનની થઈ જાહેરાત-મિત્રતા અને રોમાંસ થી ભરપૂર આ શો આ દિવસે થશે રિલીઝ
(Bharat)ભારતઃ સલમાન ખાને (Salman Khan) પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે, જેમાંથી એક ‘ભારત’ છે. વર્ષ 2019માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં સલમાન ખાન પાંચ અલગ-અલગ લુકમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે કેટરીના કૈફની જોડી હતી. ‘ભારત’ 2014ની કોરિયન ફિલ્મ ‘ઓડ ટુ માય ફાધર(Ode to my Father)’ પર આધારિત હતી.
(Awarapan)આવારાપનઃ ઈમરાન હાશ્મીની(Emraan Hashmi) શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક ‘આવરાપન’ છે. આ ફિલ્મ 2007માં રિલીઝ થઈ હતી અને આજે પણ ચાહકો તેના ગીતો સાંભળવાનું પસંદ કરે છે. ‘આવારાપન’ ને કોરિયન ફિલ્મ ‘અ બિટરસ્વીટ લાઇફ’માંથી કોપી કરવામાં આવી હતી, જ્યાં બોલિવૂડનો આભાસ ઉમેરવામાં આવ્યો હતો. આ ફિલ્મ હ્યુમન ટ્રાફિકિંગ પર આધારિત હતી.
સિંઘ ઈઝ બ્લીંગ(Singh is Bling): અક્ષય કુમારની(Akshay Kumar) ફિલ્મ ‘સિંઘ ઈઝ કિંગ’ ને પ્રેક્ષકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી અને તેના બીજા ભાગ ‘સિંઘ ઈઝ બ્લિંગ’ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ આ સિક્વલ ફ્લોપ સાબિત થઈ હતી. તમને જણાવી દઈએ કે ‘સિંઘ ઈઝ બ્લિંગ’ 2006માં આવેલી સાઉથ કોરિયન ફિલ્મ 'માય વાઈફ ઈઝ અ ગેંગસ્ટર 3' પરથી પ્રેરિત હતી. ‘સિંઘ ઈઝ બ્લિંગ’માં અક્ષયની સામે એમી જેક્સન જોવા મળી હતી.
જવાની જાનેમનઃ(Jawani Janamen:) સૈફ અલી ખાન(Saif Ali Khan) અને અલાયા ફર્નીચરવાલાની(Alaya Furniturewala) ફિલ્મ ‘જવાની જાનેમન’ પણ આ યાદીમાં સામેલ છે. ‘જવાની જાનેમન’ 2008માં રિલીઝ થયેલી કોરિયન ફિલ્મ ‘સ્કેન્ડલ મેકર્સ’ની(Scandal Makers) કોપી હતી. કોરિયન ફિલ્મ હિટ સાબિત થઈ પરંતુ બોલિવૂડ વર્ઝન કંઈ ખાસ બતાવી શક્યું નહીં. તમને જણાવી દઈએ કે ફિલ્મમાં કેટલાક ફેરફાર પણ કરવામાં આવ્યા હતા.
(Jazba)જઝબા: ‘જઝબા’ વર્ષ 2007માં રિલીઝ થયેલી કોરિયન ફિલ્મ ‘સેવન ડેઝ’થી(Seven Days) પ્રેરિત છે. આ ફિલ્મ એક વકીલની આસપાસ ફરે છે જેની પુત્રીનું અપહરણ કરવામાં આવે છે. આ ફિલ્મના બોલિવૂડ વર્ઝનમાં ઐશ્વર્યા રાય બચ્ચન જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ બતાવી શકી નથી અને ફ્લોપ સાબિત થઈ હતી.
આ સમાચાર પણ વાંચો : શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને મળ્યો ઇન્ડસ્ટ્રી માં પ્રથમ બ્રેક – વેબ સિરીઝ થી કરવા જઈ રહ્યો છે તેના કરિયર ની શરૂઆત
એક વિલનઃ(Ek villain): વર્ષ 2014માં રિલીઝ થયેલી ફિલ્મ ‘એક વિલન’ માં શ્રદ્ધા કપૂર(Shraddha Kapoor), સિદ્ધાર્થ મલ્હોત્રા(Siddharth Malhotra) અને રિતેશ દેશમુખ જોવા મળ્યા હતા. ‘એક વિલન’ એ કોરિયન ફિલ્મ ‘આઈ સો ધ ડેવિલ’ની રિમેક હતી, જેમાં બોલિવૂડ મસાલા ઉમેરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે ફિલ્મની સાથે તેના ગીતો પણ દર્શકોને ખૂબ પસંદ આવ્યા હતા.
(Murder 2:)મર્ડર 2: ઈમરાન હાશ્મીની માત્ર ‘આવારાપન’ જ નહીં પરંતુ ‘મર્ડર 2’ પણ આ લિસ્ટમાં સામેલ છે. ‘મર્ડર 2’ 2008ની કોરિયન ફિલ્મ ‘ધ ચેઝર’થી પ્રેરિત હતી. તમને જણાવી દઈએ કે કોરિયન ફિલ્મ રિયલ લાઈફ કિલર પર આધારિત હતી. તે જ સમયે, ફિલ્મના બોલિવૂડ વર્ઝનમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા હતા, જે હિન્દી દર્શકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા હતા.