ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
09 સપ્ટેમ્બર 2020
બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત ની મુંબઈમાં પાલિહીલ પર આવેલી 'મણિકર્ણિકા ફિલ્મ્સ' ની ઓફિસે બીએમસી દ્વારા ગેરકાયદેસર બાંધકામ તોડ્યું છે. ગઈકાલે મનપાએ એની ઓફીસ પર નોટિસ ફટકારી હતી . પરતું 24 કલાક પુરા થાય એ પહેલા જ મનપા આજે સવારે બુલડોઝર લઈને કંગનાના ઘરે પહોંચી ગઈ હતી અને તોડફોડ શરૂ કરી દીધી હતી.
આથી કંગનાએ પોતાના વકીલ દ્વારા બોમ્બે હાઈકોર્ટમાં મનપા સામે ફરિયાદ નોંધાવી હતી. જેનો નિર્ણય કંગનાની તરફેણમાં આવ્યો હતો.. હાઈકોર્ટે બીએમસીની કાર્યવાહી પર સ્ટે આપ્યો મુક્યો છે. ગુરુવાર બપોર 3 વાગ્યા સુધી આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જોકે કોર્ટનો સ્ટે આવે તે પહેલાં જ BMC એ તેની કાર્યવાહી પૂર્ણ કરી લીધી છે.
બોમ્બે હાઈકોર્ટ આવતીકાલે આ મામલે ફરીથી સુનાવણી કરશે. કંગના રાનાઉતની ઓફિસમાં ગેરકાયદેસર બાંધકામો તોડવામાં બતાવેલી આટલી ઉતાવળ કેમ?? જેનો જવાબ હાઈકોર્ટે બીએમસી પાસે માંગ્યો છે. આવતીકાલે બીએમસીએ આનો જવાબ આપવો પડશે.
આવી સ્થિતિમાં, સવાલ એ થાય છે કે શું બીએમસી હાઈકોર્ટના આદેશનો આદર અથવા પાલન કરતું નથી.?? BMC એ નોટિસ આપ્યાના 24 કલાકમાં કંગનાની ઓફિસમાં થયેલ અતિક્રમણ હટાવવાની કાર્યવાહી શરૂ કરી હતી. તે પણ ત્યારે, જ્યારે આ કેસની સુનાવણી હાઇકોર્ટમાં થવાની હતી. કંગનાએ પણ થોડા સમય પહેલા જ ટ્વિટ કરીને કહ્યું હતું કે તેમની ઓફિસમાં કોઈ ગેરકાયદેસર બાંધકામ નથી.