News Continuous Bureau | Mumbai
Boney kapoor: અજય દેવગણ ની ફિલ્મ મેદાન ની લોકો આતુરતા થી રાહ જોઈ રહ્યા છે. જ્યારથી આ ફિલ્મ નું ટ્રેલર રિલીઝ થયું છે ત્યારથી આ ફિલ્મ ને લઈને લોકો નો ઉત્સાહ બમણો થઇ ગયો છે. આ ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. આ ફિલ્મ પ્રોડ્યુસર બોની કપૂર પર ભારે પડી છે. ફિલ્મ ‘મેદાન’ના નિર્માતા બોની કપૂર છે અને તેમની વિરુદ્ધ બિલ ન ચૂકવવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે.
મેદાન ના નિર્માતા બોની કપૂર વિરુદ્ધ નોંધાયો કેસ
એક વિક્રેતાએ બોની કપૂર પર ફિલ્મ મેદાનના નિર્માણ દરમિયાન સાધનોના સપ્લાય માટે રૂ. 1 કરોડનું બિલ ચૂકવ્યું ન હોવાનો આરોપ મૂક્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ, મેહેરાફ્રીન ઇન્વેસ્ટમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના નિનાદ નયમપલ્લીએ બોની કપૂર અને મેદાનના સહ-નિર્માતાઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.નિનાદ નયમપલ્લીએ કહ્યું, ‘આશ્વસ્ત હોવા છતાં અમને અંધારામાં છોડી દેવામાં આવ્યા હતા. કોઈ વિકલ્પ બાકી ન હોવાથી, અમે કાનૂની આશરો લીધો અને અમારા લેણાં અંગે થોડી સ્પષ્ટતા મેળવવાના હેતુથી કાનૂની નોટિસ જારી કરી. અમારા આશ્ચર્યની વાત એ છે કે અમારી કાનૂની નોટિસનો કોઈ જવાબ મળ્યો નથી.
આ સમાચાર પણ વાંચો : YRKKH: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં શહજાદા અને પ્રતીક્ષા બાદ હવે આ ટીવી સ્ટાર્સ ભજવશે અરમાન અને રુહી ની ભૂમિકા! સામે આવ્યા નામ
આ મામલે બોની કપૂરે દાવો કર્યો હતો કે તેણે માત્ર મેહેરાફ્રીન ઈન્વેસ્ટમેન્ટ્સ પ્રાઈવેટ લિમિટેડને 63 લાખ રૂપિયા ચૂકવવાના છે. તેણે કહ્યું, “નિનાદને કહેવામાં આવ્યું છે કે તેને ફિલ્મની રિલીઝ પહેલા પૈસા ચૂકવવામાં આવશે. બધા જાણે છે કે ફિલ્મ કોરોનાને કારણે અટકી ગઈ હતી.”