News Continuous Bureau | Mumbai
Cannes film festival: કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ની શરૂઆત 14 મે થી થઇ ગઈ છે. 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એક ખાસ હિન્દી ફિલ્મ દર્શાવવામાં આવી હતી. આ ફિલ્મ કાન્સ ફેસ્ટિવલમાં શુક્રવારે સાલે બુનુલ ખાતે દર્શાવવામાં આવી હતી. આ ખાસ ફિલ્મનું નામ ‘મંથન’ છે. હિન્દી ફિલ્મોના ઈતિહાસમાં આ ફિલ્મનું વિશેષ સ્થાન છે. શ્યામ બેનેગલ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં સ્મિતા પાટિલ મુખ્ય ભૂમિકામાં હતી. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના ક્લાસિક વિભાગમાં પ્રદર્શિત કરવા માટે પસંદ કરાયેલી તે એકમાત્ર ભારતીય ફિલ્મ છે.
આ સમાચાર પણ વાંચો: Scam 2010: સ્કેમ 2003 બાદ હવે આ સ્કેમ પર બનવા જઈ રહી છે સિરીઝ, હંસલ મહેતા એ કરી વધુ એક વેબ સિરીઝ ની જાહેરાત
કાન્સ માં દર્શાવાઈ મંથન
શ્યામ બેનેગલની ફિલ્મ મંથન વર્ગીસ કુરિયન દ્વારા શરૂ કરાયેલ દૂધ ક્રાંતિ પર આધારિત છે. વર્ગીસ કુરિયને પોતે વિજય તેંડુલકરની મદદથી આ ફિલ્મની વાર્તા લખી હતી.આ ફિલ્મ કોઈ મોટા પ્રોડક્શન હાઉસ દ્વારા નહીં પરંતુ પાંચ લાખ ખેડૂતો ના સહયોગ થી બનાવવામાં આવી હતી. આ તમામ ખેડૂતો ગુજરાત કોર્પોરેટ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના હતા. તે દેશની પ્રથમ ક્રાઉડફંડિંગ યોજના હતી, જે ગુજરાતની પૃષ્ઠભૂમિમાં બનાવવામાં આવી હતી. આ માટે દેશભરના પાંચ લાખ ખેડૂતોએ 2-2 રૂપિયા ચૂકવ્યા હતા.
As FHF’s restoration of Shyam Benegal’s film “Manthan” has its world premiere at the @Festival_Cannes decannes today, here’s a look back at some rare images from the making of the film from the Shyam Benegal archive at FHF. pic.twitter.com/EXF2R6QaiY
— Film Heritage Foundation (@FHF_Official) May 17, 2024
1977માં રિલીઝ થયેલી ફિલ્મ મંથન એ બે નેશનલ એવોર્ડ જીત્યા હતા. આ ફિલ્મે બેસ્ટ ફીચર ફિલ્મ અને બેસ્ટ સ્ક્રીન પ્લે કેટેગરીમાં એવોર્ડ જીત્યા હતા. આ ફિલ્મ ભારતમાંથી ઓસ્કાર માટે મોકલવામાં આવી હતી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)