News Continuous Bureau | Mumbai
Chandrachur singh on salman khan: વેબ સિરીઝ આર્યા માં જોવા મળેલ 90 ના સમય નો પ્રખ્યાત અભિનેતા ચંદ્રચુડ સિંહ સલમાન ખાન પર ટિપ્પણી કરવા ને લઈને ચર્ચામાં છે. અભિનેતા ચંદ્રચુડ સિંહે સલમાન ખાન ને જૂઠો ગણાવ્યો છે. વાસ્તવમાં કોફી વિથ કરણ ની એક કલીપ વાયરલ થઇ હતી જેમાં સલમાન ખાને તેના કુછ કુછ હોતા હૈ માં કાસ્ટિંગ ને લઇ ને ચર્ચા કરી હતી જે બાદ ચંદ્રચુડ સિંહે સલમાન ખાન ને જૂઠો ગણાવ્યો હતો.ચાલો જાણીયે ચંદ્રચુડ સિંહે કેમ આવું કહ્યું.
કોફી વિથ કરણ માં સલમાન ખાને ચંદ્રચુડ સિંહ વિશે કહી આ વાત
‘કોફી વિથ કરણ’નો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો. આ વીડિયોમાં કરણ સલમાનને કહે છે, ‘મને યાદ છે કે હું મારી પહેલી ફિલ્મની વાર્તા કહેવા માટે પહેલીવાર તારા ઘરે આવ્યો હતો. સૈફ અને ચંદ્રચુડ સિંહે આ રોલ માટે ના કહી દીધી હતી. તમે કહ્યું હતું કે આ રોલ કોઈ કરવાનુ નથી, તમે કાલે આવીને મને મળો.’ તેના પર સલમાન ખાન કહે છે કે, ફિલ્મમાં શાહરૂખ ખાનને કાસ્ટ કરવો તમારા માટે મુશ્કેલ નહોતું, પરંતુ અમન ને કાસ્ટ કરવું મુશ્કેલ હતું. કારણ કે તે સમયે સૈફ કંઈ કરી રહ્યો ન હતો. ચંદ્રચુડ કંઈ જ કરતો ન હતો. તેમ છતાં તેણે ભૂમિકા માટે ના પાડી. મેં એ રોલ કર્યો કરણ. મેં પ્રતિભા જોઈ, મેં તમારામાં પ્રતિભાને ઓળખી. આ પછી તમે મારી સાથે ફરી ક્યારેય કામ કર્યું નથી.’
ચંદ્રચુડ સિંહે સલમાન ખાન ને કહ્યો જૂઠો
કરણ જોહર અને સલમાન ખાનના આ વીડિયો પર ચંદ્રચુડ સિંહે સલમાન ખાનને જૂઠો ગણાવ્યો છે. ચંદ્રચુડ સિંહની કમેન્ટ ‘જૂઠ સલમાન કા’ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ચંદ્રચુડ સિંહની કમેન્ટ પર એક યુઝરે લખ્યું છે કે, ‘જુઠું શું છે? તમારો સંપર્ક નહોતો કર્યો?’ આ અંગે ચંદ્રચુડ સિંહે કહ્યું, ‘મારી પાસે દાગ ધ ફાયર, ક્યા કહેના, સિલસિલા હૈ પ્યાર કા જેવી ફિલ્મો હતી. તે ફિલ્મ ન કરવી એ મારી પસંદગી હતી.’

આ કોમેન્ટ વાયરલ થયા બાદ ચંદ્રચુડ સિંહે તેને ડીલીટ પણ કરી દીધી હતી.
આ સમાચાર પણ વાંચો: Koffee with karan season 8: ‘કોફી વિથ કરણ 8’ માં દીપિકા અને રણવીર સિંહે કરણ જોહર સામે ખોલ્યું મોટું રહસ્ય, શો માં પહેલીવાર જોવા મળશે બન્ને સાથે જોડાયેલી આ વસ્તુ
