News Continuous Bureau | Mumbai
Chandu champion review: કાર્તિક આર્યનની ફિલ્મ ચંદુ ચેમ્પિયન આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. કબીર ખાન દ્વારા નિર્દેશિત, આ એક સ્પોર્ટ્સ ડ્રામા છે, જે ભારતના પ્રથમ પેરાલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા મુરલીકાંત પેટકરના જીવનથી પ્રેરિત છે. આ ફિલ્મ વર્તમાન સમયમાં શરૂ થાય છે, જ્યારે એક વૃદ્ધ વ્યક્તિ મુરલી એટલે કે કાર્તિક આર્યન, પોલીસ સ્ટેશનમાં બેઠેલો, પોલીસના એક જૂથને તેના ગૌરવપૂર્ણ દિવસોની વાર્તા કહે છે, અને તેમને સમજાવે છે કે 40 વર્ષ પછી, તે સરકાર પાસેથી અર્જુન એવોર્ડ માટે શા માટે હકદાર છે?
આ સમાચાર પણ વાંચો: Bigg boss OTT 3: તૈયાર થઇ જાઓ! બિગ બોસ ના ઘરમાં લાગુ થશે નવા નિયમો, અનિલ કપૂર અપનાવશે સ્પર્ધક સાથે કડક વલણ, જુઓ શો નો નવો પ્રોમો
ચંદુ ચેમ્પિયન નો રીવ્યુ
સુમિત કડેલે ‘ચંદુ ચેમ્પિયન’ને 2024ની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક ગણાવી છે તેને પોતાના સોશિયલ મીડિયા પર લખ્યું, “ચંદુચેમ્પિયન 2024ની શ્રેષ્ઠ ફિલ્મોમાંથી એક છે. તે એક સ્પોર્ટ્સ ડ્રામા છે, જે મુરલીકાંત પેટકરના નોંધપાત્ર અને સુપ્રસિદ્ધ જીવનને જણાવે છે. દિગ્દર્શક કબીર ખાને તેમની વાર્તા ખૂબ કુશળતા, સંશોધન અને સૌથી અગત્યની પ્રમાણિકતા સાથે વર્ણવી છે. આ ફિલ્મ મુરલીકાંત પેટકરના જીવનના દરેક પ્રકરણને બતાવે છે જે વીરતા, બહાદુરી અને હિંમતથી ભરપૂર છે. અમે તેમના ગામથી સૈન્યમાં જોડાવા, વર્લ્ડ ક્લાસ બોક્સર બનવા, તેમની ઇજાઓ સામે લડવા અને આખરે પેરાલિમ્પિક્સમાં સફળતા હાંસલ કરવા સુધીની તેમની સફરને અનુસરીએ છીએ”
Rating – ⭐️⭐️⭐️⭐️ #ChanduChampion is one of the finest films of 2024. It is a sports drama done right, telling the remarkable and legendary life of Murlikant Petkar. Director Kabir Khan narrates his story with great skill, research and most importantly… pic.twitter.com/SWYMiGAEH5
— Sumit Kadel (@SumitkadeI) June 13, 2024
સુમિત એ વધુ માં લખ્યું છે કે, “તેમની વાર્તા ખૂબ જ પ્રેરણાદાયી છે. તે ભાવનાત્મક અને શક્તિશાળી છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન પોતાનું સર્વશ્રેષ્ઠ અભિનય આપ્યો છે. તેનું શારીરિક પરિવર્તન અસાધારણ છે, અને તે આખો સમય વાસ્તવિક રમતવીર જેવો દેખાય છે. તેના શારીરિક પરિવર્તન કરતાં, કાર્તિકનું ભાવનાત્મક પ્રદર્શન ખરેખર અલગ છે. ફિલ્મમાં ઘણા એવા સીન છે જ્યાં તેની એક્ટિંગ તમને રડાવી દેશે. તે ચોક્કસપણે આ વર્ષે શ્રેષ્ઠ અભિનેતાના એવોર્ડ માટે દાવેદાર હશે.” સુમિત સિવાય સિદ્ધાર્થ, કનન, અનન્યા પાંડે જેવા ઘણા લોકો એ ફિલ્મ ને સર્વશ્રેષ્ઠ ફિલ્મ ગણાવી છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)