Chandu champion: ચંદુ ચેમ્પિયન જોઈ શબાના આઝમી ની થઇ આવી હાલત, કાર્તિક આર્યન વિશે કહી આ વાત

Chandu champion: ફરહાન અખ્તરે રાખેલા ચંદુ ચેમ્પિયન ના સ્પેશિયલ સ્ક્રીનિંગ માં શબાના આઝમી અને જાવેદ અખ્તર પહોંચ્યા હતા. ફિલ્મ જોયા બાદ શબાના આઝમી એ ફિલ્મ વિશે અને કાર્તિક આર્યન વિશે વાત કરી હતી.

by Zalak Parikh
shabana azmi crying after watching kartik aryan film chandu champion

News Continuous Bureau | Mumbai 

Chandu champion: કાર્તિક આર્યનની ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’ થોડા દિવસ પહેલા જ સિનેમાઘરોમાં આવી છે. આ ફિલ્મ ને દર્શકો અને વિવેચકો તરફ થી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.આ ફિલ્મ ભારતના પ્રથમ પેરાલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા મુરલીકાંત પેટકરના જીવન સંઘર્ષ પર આધારિત છે.તાજેતરમાં જ ફરહાન અખ્તરે એક થિયેટર માં ચંદુ ચેમ્પિયન ની સ્પેશિયલ સ્ક્રીનિંગ નું આયોજન કર્યું હતું જેમાં શબાના આઝમી અને જાવેદ અખ્તર પહોંચ્યા હતા. ફિલ્મ જોયા બાદ શબાના આઝમી એ ફિલ્મ અને કાર્તિક આર્યન વિશે વાત કરી છે. 

આ સમાચાર પણ વાંચો: Anant ambani and Radhika merchant: રાધિકા મર્ચન્ટે તોડી અંબાણી પરિવાર ની આ પરંપરા, બોડીકૉન ડ્રેસ માં થવા વાળી દુલ્હન ને જોતો જ રહી ગયો અનંત અંબાણી

ચંદુ ચેમ્પિયન પર શબાના આઝમી ની પ્રતિક્રિયા 

ચંદુ ચેમ્પિયન જોઈ ને બહાર આવેલા શબાના આઝમી અને જાવેદ અખ્તર ને પૂછવામાં આવ્યું કે તેમને ફિલ્મ કેવી લાગી જેના જવાબ માં શબાના આઝમી એ કહ્યું,  હું રડી રડી ને પાગલ થઇ ગઈ હતી અને કાર્તિકનું કામ ઘણું સારું હતું. કબીર (નિર્દેશક) એ ખૂબ સારું કામ કર્યું છે. મેં ઘણા સમય પછી કબીરની ફિલ્મ જોઈ અને સેકન્ડ હાફમાં પણ તેણે પકડી ને રાખ્યા.મેકર્સે ‘ચંદુ ચેમ્પિયન’ બનાવીને ઈન્ડસ્ટ્રી પર ઉપકાર કર્યો છે. તેણે એક અદ્ભુત વાર્તા કહી જે ઘણા વર્ષોથી કાગળોના ઢગલામાં દટાયેલી હતી. મુરલીકાંત પેટકર પણ ફિલ્મ જોઈને ભાવુક થઈ ગયા હતા’

 

View this post on Instagram

 

A post shared by Varinder Chawla (@varindertchawla)


તમને જણાવી દઈએ કે સાજિદ નડિયાદવાલા દ્વારા નિર્મિત ફિલ્મ ચંદુ ચેમ્પિયન માં કાર્તિક આર્યન ઉપરાંત વિજય રાજ, ભુવન અરોરા, યશપાલ શર્મા, રાજપાલ યાદવ, અનિરુદ્ધ દવે, શ્રેયસ તલપડે, સોનાલી કુલકર્ણી અને અન્ય ઘણા કલાકારોએ મહત્વની ભૂમિકાઓ ભજવી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More