News Continuous Bureau | Mumbai
ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટ અને તેમની પુત્રી ક્રિષ્ના ભટ્ટ વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે.કે સેરા સેરા પ્રોડક્શને વિક્રમ ભટ્ટ અને તેમની પુત્રી પર તેમની સાથે ₹1.40 કરોડની છેતરપિંડી કરવાનો આરોપ મૂક્યો છે.પ્રોડક્શન કંપનીનો દાવો છે કે વિક્રમ અને ક્રિષ્ના એ સંયુક્ત નિર્માણના બદલામાં તેમને રૂ. 1.40 કરોડ નો કટ આપવાનું વચન આપ્યું હતું, પછીથી તેઓ તેમના વચન થી ફરી ગયા.
વિક્રમ ભટ્ટ અને પુત્રી વિરુદ્ધ કેસ નોંધાયો
મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટની સૂચના પર અંબોલી પોલીસે બંને વિરુદ્ધ કેસ નોંધ્યો છે.એફઆઈઆર અનુસાર, માર્ચ 2022માં કે સેરા સેરા બોક્સ ઓફિસ પ્રોડક્શન્સ પ્રાઈવેટ લિમિટેડ અને વિક્રમ ભટ્ટ સ્ટુડિયો વચ્ચે કરાર થયો હતો.આ કોન્ટ્રાક્ટ મુજબ, બંનેના સહયોગી પ્રોજેક્ટ્સનો નફો બંને વચ્ચે વહેંચવાનો હતો.કંપનીએ આ પ્રોજેક્ટ માટે લગભગ ₹1,39,30,999 નું રોકાણ કર્યું હતું.અંબોલી પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “ફરિયાદી કે જે પ્રોડક્શન કંપનીના પ્રતિનિધિ છે તેણે કહ્યું કે આ પૈસા સંયુક્ત નિર્માણ માટે વાપરવાના હતા. તેઓ દાવો કરી રહ્યા છે કે કંપનીએ આ નાણાંનો ઉપયોગ અલગ-અલગ પ્રોજેક્ટ માટે કર્યો છે, તેથી તેઓ આ કેસમાં કોઈ નફો વહેંચવા તૈયાર નથી.”
વિક્રમ ભટ્ટના વકીલ આ મામલાને હાઈકોર્ટમાં લઈ જશે.
એક અધિકારીએ એમ પણ કહ્યું કે FIR 14 માર્ચે નોંધવામાં આવી હતી અને તેમને અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટમાંથી આ સંદર્ભે આદેશ પણ મળ્યો હતો.વિક્રમ ભટ્ટ તરફથી હાજર રહેલા એડવોકેટે કહ્યું હતું કે, “મારા અસીલ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી FIR સંપૂર્ણપણે પાયાવિહોણી છે, તેથી હું તેને બોમ્બે હાઈકોર્ટમાં પડકારીશ.”