Site icon

વિક્રમ ભટ્ટ અને તેની પુત્રી વિરુદ્ધ નોંધાયો ₹1.40 કરોડની છેતરપિંડીનો કેસ, આ પ્રોડક્શન કંપની એ લગાવ્યો આરોપ

વિક્રમ ભટ્ટ અને તેમની પુત્રી ક્રિષ્ના પર એક પ્રોડક્શન કંપનીને રૂ. 1.40 કરોડની છેતરપિંડી કરવાનો આરોપ છે. તેમના વકીલે કહ્યું છે કે તેઓ આ કેસને હાઈકોર્ટમાં પડકારશે.

cheating case against vikram bhatt and daughter krishna bhatt by k sera sera productions

વિક્રમ ભટ્ટ અને તેની પુત્રી વિરુદ્ધ નોંધાયો ₹1.40 કરોડની છેતરપિંડીનો કેસ, આ પ્રોડક્શન કંપની એ લગાવ્યો આરોપ

News Continuous Bureau | Mumbai

ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટ અને તેમની પુત્રી ક્રિષ્ના ભટ્ટ વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે.કે સેરા સેરા પ્રોડક્શને વિક્રમ ભટ્ટ અને તેમની પુત્રી પર તેમની સાથે ₹1.40 કરોડની છેતરપિંડી કરવાનો આરોપ મૂક્યો છે.પ્રોડક્શન કંપનીનો દાવો છે કે વિક્રમ અને ક્રિષ્ના એ સંયુક્ત નિર્માણના બદલામાં તેમને રૂ. 1.40 કરોડ નો કટ આપવાનું વચન આપ્યું હતું, પછીથી તેઓ તેમના વચન થી ફરી ગયા.

Join Our WhatsApp Community

 

વિક્રમ ભટ્ટ અને પુત્રી વિરુદ્ધ કેસ નોંધાયો

મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટની સૂચના પર અંબોલી પોલીસે બંને વિરુદ્ધ કેસ નોંધ્યો છે.એફઆઈઆર અનુસાર, માર્ચ 2022માં કે સેરા સેરા બોક્સ ઓફિસ પ્રોડક્શન્સ પ્રાઈવેટ લિમિટેડ અને વિક્રમ ભટ્ટ સ્ટુડિયો વચ્ચે કરાર થયો હતો.આ કોન્ટ્રાક્ટ મુજબ, બંનેના સહયોગી પ્રોજેક્ટ્સનો નફો બંને વચ્ચે વહેંચવાનો હતો.કંપનીએ આ પ્રોજેક્ટ માટે લગભગ ₹1,39,30,999 નું રોકાણ કર્યું હતું.અંબોલી પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “ફરિયાદી કે જે પ્રોડક્શન કંપનીના પ્રતિનિધિ છે તેણે કહ્યું કે આ પૈસા સંયુક્ત નિર્માણ માટે વાપરવાના હતા. તેઓ દાવો કરી રહ્યા છે કે કંપનીએ આ નાણાંનો ઉપયોગ અલગ-અલગ પ્રોજેક્ટ માટે કર્યો છે, તેથી તેઓ આ કેસમાં કોઈ નફો વહેંચવા તૈયાર નથી.”

 

વિક્રમ ભટ્ટના વકીલ આ મામલાને હાઈકોર્ટમાં લઈ જશે.

એક અધિકારીએ એમ પણ કહ્યું કે FIR 14 માર્ચે નોંધવામાં આવી હતી અને તેમને અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટમાંથી આ સંદર્ભે આદેશ પણ મળ્યો હતો.વિક્રમ ભટ્ટ તરફથી હાજર રહેલા એડવોકેટે કહ્યું હતું કે, “મારા અસીલ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી FIR સંપૂર્ણપણે પાયાવિહોણી છે, તેથી હું તેને બોમ્બે હાઈકોર્ટમાં પડકારીશ.”

Bhooth Bangla Release Date Out: ‘ભૂત બંગલા’ ની રિલીઝ ડેટ જાહેર: 14 વર્ષ બાદ અક્ષય કુમાર અને પ્રિયદર્શનનો ધડાકો, જાણો ક્યારે સિનેમાઘરોમાં આવશે આ ફિલ્મ
The Raja Saab: ‘ધ રાજા સાબ’ જોવા માટે ખિસ્સા ખાલી કરવા પડશે! સ્પેશિયલ સ્ક્રીનિંગની ટિકિટનો ભાવ 1000 ને પાર, જાણો મલ્ટિપ્લેક્સના લેટેસ્ટ રેટ
Taskaree Trailer: નીરજ પાંડેનો વધુ એક માસ્ટરપીસ: ‘તસ્કરી’માં ઈમરાન હાશ્મીનો કિલર અંદાજ, શું શરદ કેલકર રોકી શકશે સ્મગલિંગનું આ નેટવર્ક?
Bigg Boss 19 Success Party: ડાન્સ ફ્લોર પર ધમાકો! ગૌરવ અને આકાંક્ષાની જોડીએ ‘ટીપ-ટીપ બરસા પાની’ પર મચાવી ધૂમ, જુઓ દુબઈ પાર્ટીનો વાયરલ વીડિયો.
Exit mobile version