News Continuous Bureau | Mumbai
Chhaava review: ‘છાવા’ છત્રપતિ સંભાજી મહારાજની વાર્તા છે. આજે આખો દેશ છત્રપતિ શિવાજી મહારાજને જાણે છે, પરંતુ તેમના બહાદુર પુત્રની ઓળખ ફક્ત મહારાષ્ટ્ર પૂરતી મર્યાદિત રહી ગઈ. દિગ્દર્શક લક્ષ્મણ ઉતેકરે પ્રખ્યાત મરાઠી લેખક શિવાજી સાવંતની નવલકથા ‘છાવા’ પર આધારિત આ ફિલ્મ બનાવી છે. આ ફિલ્મ માં વિકી કૌશલે છત્રપતિ સંભાજી મહારાજ અને રશ્મિકા એ યસુબાઈ ની ભૂમિકા ભજવી છે તો ચાલો જાણીયે લોકો ને કેવી લાગી વિકી અને રશ્મિકા ની ફિલ્મ છાવા
આ સમાચાર પણ વાંચો: Ashram 3 part 2 teaser out: બાબા નિરાલા સાથે બદલો લેવા પમ્મી એ કસી કમર, આશ્રમ 3 ના બીજા ભાગ નું ધમાકેદાર ટીઝર થયું રિલીઝ
છાવા નો રીવ્યુ
ટ્રેડ એક્સપર્ટ તરણ આદર્શે ‘છાવા’ની સમીક્ષા કરી અને તેને ઉત્તમ ગણાવી. તેણે ફિલ્મને 4.5 સ્ટાર રેટિંગ આપ્યું. તરણ આદર્શ ના મતે આ ફિલ્મ ઇતિહાસ, લાગણીઓ, દેશભક્તિ અને એક્શનનું એક ઉત્તમ મિશ્રણ છે. વિકીએ છત્રપતિ સંભાજી મહારાજનું પાત્ર ખૂબ જ શક્તિશાળી રીતે ભજવ્યું છે અને બતાવ્યું છે કે તે તેના સમયના શ્રેષ્ઠ અભિનેતાઓમાં નો એક છે. દિગ્દર્શક લક્ષ્મણ ઉતેકરે શાનદાર દિગ્દર્શન કર્યું છે. વિક્કીનો શાનદાર અભિનય, શક્તિશાળી સંવાદો અને ભાવનાત્મક દ્રશ્યો ફિલ્મને બીજા સ્તરે લઈ જાય છે. અક્ષય ખન્ના સાથેના તેમના મુકાબલાના દ્રશ્યો અને એક્શન દ્રશ્યો પણ ખૂબ જ શક્તિશાળી છે.
#OneWordReview…#Chhaava: SPECTACULAR.
Rating: ⭐️⭐️⭐️⭐️½
Blends history, emotions, passion, patriotism, action with finesse… #VickyKaushal terrific, cements his stature as one of the finest actors of his generation… #LaxmanUtekar triumphs as a storyteller. #ChhaavaReview… pic.twitter.com/hK2iLBeMkz— taran adarsh (@taran_adarsh) February 13, 2025
છાવા જોઈ ને બહાર નીકળેલા લોકો આ ફિલ્મ ની વાર્તા અને અભિનય ના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું ‘છાવા’ ને સારી સમીક્ષાઓ મળી રહી છે તેમાં કોઈ આશ્ચર્ય નથી. તો બીજી તરફ ઘણા લોકો તેને વિકી કૌશલના અત્યાર સુધીના કરિયરનું શ્રેષ્ઠ પ્રદર્શન ગણાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ફિલ્મ વિશે ઘણી બધી સકારાત્મક ટિપ્પણીઓ આવી રહી છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
