Site icon

આત્મહત્યા નો સિલસિલો જારી: તુનીષા શર્મા બાદ આ 22 વર્ષની ઈન્સ્ટાગ્રામ મોડલે કરી આત્મહત્યા, ઘરના ટેરેસ પર મળી લટકતી લાશ

ટીવી અભિનેત્રી તુનીષા શર્માની આત્મહત્યા બાદ હવે છત્તીસગઢની સોશિયલ મીડિયા પ્રભાવક લીના નાગવંશીની આત્મહત્યાના સમાચાર આવી રહ્યા છે. લીના તેના ઘરની ટેરેસ પર મૃત હાલતમાં મળી આવી હતી.

chhattisgarh instagram influencer leena nagwanshi commits suicide

આત્મહત્યા નો સિલસિલો જારી: તુનીષા શર્મા બાદ આ 22 વર્ષની ઈન્સ્ટાગ્રામ મોડલે કરી આત્મહત્યા, ઘરના ટેરેસ પર મળી લટકતી લાશ

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

બોલિવૂડથી લઈને ટીવી તેમજ સોશિયલ મીડિયા સ્ટાર્સ પર આત્મહત્યાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. હાલમાં જ ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માએ તેના શોના સેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. હવે સમાચાર એવા આવ્યા છે કે, છત્તીસગઢ  ( chhattisgarh  ) સ્થિત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્ઝર ( instagram influencer ) લીના નાગવંશીએ ( leena nagwanshi )  કથિત રીતે આત્મહત્યા કરી લીધી ( commits suicide ) છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે સોમવારે તેના ઘરના ટેરેસ પર લટકતી હાલતમાં મળી આવી હતી. લીનાએ ઘટનાના એક દિવસ પહેલા ક્રિસમસની રીલ બનાવી હતી. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય હતી. આ ઉપરાંત, તે ભૂતકાળમાં ટિકટોક સ્ટાર પણ રહી ચૂકી છે.

ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્ઝર હતી લીના નાગવંશી

22 વર્ષની લીના નાગવંશી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહેતી હતી. તેની રીલ્સને ઈન્સ્ટાગ્રામ પર ખૂબ પસંદ કરવામાં આવી હતી. તેમજ, લીનાએ પોતાની એક યુટ્યુબ ચેનલ પણ બનાવી હતી. ક્રાઈમ રિપોર્ટ અનુસાર, લીના નાગવંશીનું મૃત્યુ 26 ડિસેમ્બર, સોમવારે થયું હતું. 26 ડિસેમ્બરે લીનાની માતા બજારમાં ગઈ હતી. બપોર પછી જ્યારે તે ઘરે પાછો આવી ત્યારે લીના તેના રૂમમાં ન હતી. તેની માતા ટેરેસ પર ગઈ ત્યારે દરવાજો બંધ હતો. કોઈક રીતે ટેરેસનો દરવાજો ખોલ્યો અને ત્યાંથી લીનાની લાશ મળી આવી.

આ સમાચાર પણ વાંચો:  સમૃદ્ધિ હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત, 24 કલાકમાં બે ભયાનક રોડ અકસ્માત. આટલા લોકોના નિપજ્યા મોત..

લીના નાગવંશી ની લાશ નું થશે પોસ્ટમોર્ટમ

આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ પોલીસે લીનાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસનું કહેવું છે કે મૃત્યુનું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. પોસ્ટમોર્ટમ બાદ જ મોતનું કારણ જાણી શકાશે. પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી છે. બીકોમ ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી લીના નાગવંશી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ હતી. ઈન્સ્ટાગ્રામ પર તેના 10,000 ફોલોઅર્સ હતા. ઘટનાસ્થળેથી યુવતીનો મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યો છે અને ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે અંગત કારણોસર લીનાએ આત્મહત્યા કરી છે. પરંતુ હજુ સુધી તેની આત્મહત્યા અંગે કોઈ નક્કર કારણ બહાર આવ્યું નથી.

Bharti Singh Second Baby Name: ભારતી અને હર્ષે સોશિયલ મીડિયા પર કરી બીજા દીકરા ના નામ ની જાહેરાત, જાણો આ નામનું ધાર્મિક અને સામાજિક મહત્વ
Ikkis OTT Release: થિયેટર બાદ હવે OTT પર નસીબ અજમાવશે ‘ઇક્કીસ’: જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે અગસ્ત્ય નંદાની ફિલ્મ
Arijit Singh’s First Wife:અરિજીત સિંહના રિટાયરમેન્ટની ચર્ચા વચ્ચે પૂર્વ પત્ની લાઈમલાઈટમાં: જાણો કોણ છે રૂપરેખા બેનર્જી અને અત્યારે ક્યાં છે?
Kalki 2 Update: પ્રભાસની ‘કલ્કિ ૨’ માંથી દીપિકા પાદુકોણનું પત્તું કપાયું,શું સાઉથ ની આ સુંદરી લેશે ‘સુમતી’ ની જગ્યા?
Exit mobile version