News Continuous Bureau | Mumbai
Kangana ranaut: બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત તેની ફિલ્મ ‘તેજસ’ ના કારણે ચર્ચામાં છે. બોક્સ ઓફિસ ના આંકડાઓ પર નજર નાખીએ તો આ ફિલ્મ થિયેટરમાં કંઈ ખાસ કમાલ કરી શકી નથી.આ બધાની વચ્ચે કંગનાએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ને રામ મંદિર પર આધારિત આ ફિલ્મ બતાવી. ‘તેજસ’ના આ સ્પેશિયલ સ્ક્રિનિંગમાં ઘણા રાજનેતાઓએ હાજરી આપી હતી. કંગનાએ આ સ્ક્રીનિંગની તસવીરો શેર કરી છે અને જણાવ્યું છે કે કેવી રીતે સીએમ તેની ફિલ્મના એક સીનમાં એટલા ઈમોશનલ થઇ ગયા હતા કે તેઓ રડી પડ્યા હતા. .
કંગના ની ઈલ્મ તેજસ નું સ્પેશિયલ સ્ક્રીનિંગ
કંગના રનૌતે ઉત્તર પ્રદેશ ના સીએમ અને મંત્રીઓ માટે તેની ફિલ્મ તેજસ નું સ્પેશિયલ સ્ક્રીનિંગ નું આયોજન કર્યું હતું. જેની તસવીરો કંગના એ સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરો માં ઘણા મંત્રીઓ કંગના રનૌત સાથે બેસીને ફિલ્મ જોતા જોવા મળે છે. આ તસવીરોમાં કંગના સીએમ સાથે આગળની સીટ પર બેસીને ફિલ્મની મજા લેતી જોવા મળે છે. હવે ‘તેજસ’ની સ્પેશિયલ સ્ક્રીનિંગની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
Today hosted a screening of #tejas a film based on a soldier / Martyr’s life for honourable Chief Minister @myogiadityanath ji
As you can see in the first picture Maharaj ji couldn’t hold back his tears in the last monologue of Tejas.
“ Ek soldier kya chahta hai”
महाराज जी… pic.twitter.com/WTYHuhRwYA— Kangana Ranaut (@KanganaTeam) October 31, 2023
તેજસ નો એક સીન જોઈ રડી પડ્યા યોગી આદિત્યનાથ
‘તેજસ’ની સ્પેશિયલ સ્ક્રીનિંગની તસવીરો શેર કરતા કંગના રનૌતે લખ્યું- ‘આજે સીએમ યોગી આદિત્યનાથ માટે ‘તેજસ’ની સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ સૈનિકો અને શહીદોના જીવન પર આધારિત છે. તમે પહેલી તસવીરમાં જોઈ શકો છો કે ‘તેજસ’ના છેલ્લા એકપાત્રી નાટક ‘એક સૈનિક ક્યા ચાહતા હૈ’ પર મહારાજ જી પોતાના આંસુ રોકી શક્યા ન હતા. આપણા સૈનિકોની હિંમત, બહાદુરી અને બલિદાન જોઈને મહારાજજી એટલા ભાવુક થઈ ગયા કે તેમની આંખો છલકાઈ ગઈ. ધન્યવાદ મહારાજ જી, અમે તમારા વખાણ અને આશીર્વાદથી ધન્ય થઇ ગયા’.
આ સમાચાર પણ વાંચો : Yeh rishta kya kehlata hai: સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં અભિમન્યુ અને અભીર પહેલા આ પાત્ર નું થશે દર્દનાક મૃત્યુ, જાણો શો માં આવનાર ટ્વીસ્ટ વિશે