News Continuous Bureau | Mumbai
Yeh rishta kya kehlata hai: સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં જલ્દી જ લીપ આવવાનો છે. લીપ પછી શો ની વાર્તા સંપૂર્ણપણે બદલાઈ જશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શોમાં અક્ષરા-અભિનવની પુત્રી અભિરા અને આરોહી-નીલની પુત્રી રૂહીની વાર્તા બતાવવામાં આવશે. અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે બિરલા પરિવાર છલાંગ લગાવતા પહેલા જ બરબાદ થઈ જશે. બિરલા પરિવારની સાથે અભિમન્યુ અને અભિરનું પણ મૃત્યુ થશે. ચોથી સિઝનમાં માત્ર ગોએન્કા પરિવાર જ જોવા મળશે. હવે સમાચાર આવી રહ્યા છે કે લીપ પહેલા આરોહી પણ મૃત્યુ પામશે.
યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માંથી થશે આરોહી ની એક્ઝીટ
‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ સાથે સંકળાયેલા એક સૂત્રએ મીડિયા ને જણાવ્યું કે ‘આગામી એક-બે દિવસમાં આરોહીનું પાત્ર ભજવતી અભિનેત્રી કરિશ્મા સાવંત તેના મૃત્યુનો સીન શૂટ કરશે.’ સૂત્રએ એમ પણ કહ્યું કે ‘આરોહીનું મૃત્યુ ખૂબ જ પીડાદાયક હશે. આરોહીના નિધન બાદ મંજરી, રુહી, અક્ષરા, સહિતનો આખો પરિવાર બરબાદ થઈ જશે. હવે પરિવાર આઘાતમાંથી બહાર પણ નહીં આવ્યો હોય તેવામાં અભિમન્યુ અને અભીર પણ મૃત્યુ પામશે.’ પરંતુ સિરિયલ ના મેકર્સ તરફ થી હજુ સુધી આની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
આ સમાચાર પણ વાંચો : Aryan khan: ટ્રાફિક માં ફસાયેલા આર્યન ખાન પાસે પૈસા માંગતી મહિલાઓ સાથે શાહરુખ ખાન ના પુત્ર એ કર્યું એવું વર્તન કે થયા વખાણ, જુઓ વિડીયો
અક્ષરા ને નફરત કરશે રુહી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર લગ્ન પહેલા જ અભિમન્યુ અને અભીર મૃત્યુ પામશે. આવી સ્થિતિમાં અક્ષરા સાવ એકલી પડી જશે. આરોહી તો અભિમન્યુ અને અભીર પહેલા જ મૃત્યુ પામી હતી. આવી સ્થિતિ માં અક્ષરા એકલે હાથે રુહી નો ઉછેર કરશે. અને સાથે જ તે અભીરા ને પણ જન્મ આપશે. કેટલાક રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આરોહીનું મૃત્યુ અક્ષરાના કારણે થશે. આવી સ્થિતિમાં રુહી અક્ષરાને નફરત કરવા લાગશે. જો કે હજુ સુધી કોઈ પણ વાત ની પુષ્ટિ થઈ નથી.