News Continuous Bureau | Mumbai
Nora Fatehi Sarke Chunar Song Controversy: સંગીત જે મનને શાંતિ આપે છે, તે ક્યારેક અભદ્રતાને કારણે વિવાદનું કેન્દ્ર પણ બને છે. આવું જ કંઈક હાલમાં રિલીઝ થયેલા ફિલ્મ ‘કેડી-ધ ડેવિલ’ (KD-The Devil) ના ગીત ‘સરકે ચુનર તેરી સરકે’ સાથે થયું છે. નોરા ફતેહી અને સંજય દત્ત પર ફિલ્માવાયેલા આ ગીતે અશ્લીલતાની તમામ સીમાઓ ઓળંગી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. ગીતના બોલ અને તેમાં કરવામાં આવેલા ડાન્સ સ્ટેપ્સ એટલા વલ્ગર છે કે તેને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.આ ગીતમાં નોરા ફતેહીની હોટનેસ અને સંજય દત્તનો ખલનાયક લુક બતાવવાના ચક્કરમાં મેકર્સ ગીતની ગરિમા જાળવી શક્યા નથી.
આ સમાચાર પણ વાંચો : Golmaal 5 Announcement: હવે જામશે અસલી ગોલમાલ! આ અભિનેતા ની નવી એન્ટ્રી અને શર્મન જોશીની વાપસી સાથે ‘ગોલમાલ 5’ ની સત્તાવાર જાહેરાત
શબ્દોની મર્યાદા નેવે મૂકાઈ
સામાન્ય રીતે ગીતોમાં ડબલ મિનિંગ શબ્દોનો ઉપયોગ થતો હોય છે, પરંતુ આ ગીતમાં તો સીધેસીધા જ અશ્લીલ શબ્દો વાપરવામાં આવ્યા છે. ગીતની શરૂઆત ભલે સામાન્ય લાગે, પણ જેમ જેમ ગીત આગળ વધે છે તેમ તેમ તેના લિરિક્સ ગંદા થતા જાય છે. રકીબ આલમે લખેલા આ લિરિક્સ પર યૂઝર્સ સવાલ ઉઠાવી રહ્યા છે કે શું મેકર્સ આવા ગીતો દ્વારા સમાજને કોઈ સંદેશ આપવા માંગે છે કે માત્ર સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માંગે છે.
Pan Indian film KD’s new song featuring #NoraFatehi has crossed all the limits of vulgarity.
Singer: Satyavathi Rathod.
Lyrics: Raqeeb Alam.
Music: Arjun Janya.pic.twitter.com/m0LfMvEmTK— India Unfiltered (@IndiaUnfiltred) March 16, 2026
ગીત માત્ર સાંભળવામાં જ નહીં પણ જોવામાં પણ વાંધાજનક લાગી રહ્યું છે. નોરા ફતેહીના પલ્લું પાડવાના સ્ટેપ્સ હોય કે સંજય દત્તના હૂક સ્ટેપ્સ, કોરિયોગ્રાફીમાં અશ્લીલતા સ્પષ્ટ દેખાય છે. સોશિયલ મીડિયા પર યૂઝર્સ આ ગીતની તુલના ભોજપુરી ગીતો સાથે કરી રહ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કે મ્યુઝિક ડાયરેક્ટર અર્જુન જાન્યાએ આ ગીત બનાવીને સંગીતની ગરિમાને ઠેસ પહોંચાડી છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)