ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
20 ડિસેમ્બર 2020
કોઈએ ક્યારેય સ્વપ્નમાં વિચાર્યું ન હતું કે વર્ષ 2020 આ રીતે જશે. આ વર્ષ સમગ્ર વિશ્વ માટે ખુબ ખરાબ રહ્યું છે.
કોરોનાવાયરસ ના કહે રે તમામ પ્રકારના કામો ને પ્રભાવિત કર્યા છે. આવી સ્થિતિમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પણ આ કારણે નુકસાન થયું. વૈશ્વિક મહામારી કોરોના ને રોકવા માટે સરકારે દેશ વ્યાપી લોકડાઉન લાગુ કર્યું હતું જેની આડઅસર ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર જોવા મળી હતી. સિનેમા બંધ થવાને કારણે અનેક ફિલ્મ્સની રિલીઝ મુલતવી રાખવામાં આવી હતી અને અનેક પ્રોજેક્ટ્સમાં પણ વિલંબ થયો હતો. જેના કારણે સિનેમાના ચાહકો તેમના મનપસંદ કલાકારોની ફિલ્મ જોઈ શક્યા નહોતા. આજે અમે તમને એવા અભિનેતાઓ વિશે જણાવી રહ્યા છીએ કે જેઓ 2020 માં એક પણ ફિલ્મમાં ન દેખાયા.
#આમિર ખાન
બોલીવુડ ના ત્રણ દિગ્ગજ ખાનો માના એક મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન 2021માં તેમની ફિલ્મ લાલ સિંહ ચડ્ડા સાથે પડદા પર જોવા મળશે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મનું શૂટિંગ કોરોના વાયરસને કારણે લોકડાઉન થવાને કારણે અટકી ગયું હતું. જેના કારણે તે સમયસર પૂર્ણ થઈ શક્યું નહીં અને તેથી ફિલ્મની રિલીઝ આગળ ધકેલી દેવામાં આવી. હવે લાલ સિંહ ચડ્ડાને ક્રિસમસ 2021 માં રિલીઝ કરવામાં આવશે.

#અનુષ્કા શર્મા
બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા છેલ્લે 2018 ની ફિલ્મ ‘ઝીરો’માં જોવા મળી હતી. ત્યારબાદ, અનુષ્કાએ કોઈ ફિલ્મ સાઇન કરી નથી. જો કે, તે તેના પ્રોડક્શન હાઉસ હેઠળ ઘણા સારા પ્રોજેક્ટ્સ બનાવી રહી છે. 2020 ની શ્રેષ્ઠ વેબ સિરીઝમાંથી એક પાતાળ લોક, અનુષ્કા દ્વારા બનાવવામાં આવી હતી. આ સિવાય તેણે નેટફ્લિક્સ ફિલ્મ બુલબુલનું નિર્માણ પણ કર્યું હતું. આ દિવસોમાં અનુષ્કા શર્મા તેની ગર્ભાવસ્થા અને આરોગ્ય પર ધ્યાન આપી રહી છે. તેણે તાજેતરમાં કહ્યું છે કે, તે તેના પહેલા બાળકના જન્મ પછી કામ પર પરત ફરશે

#રાની મુખર્જી
બોલિવૂડ અભિનેત્રીરાની મુખર્જીની ફિલ્મ બંટી ઔર બબલી 2 જૂન 2020 માં રિલીઝ થવાની હતી. પરંતુ કોરોના વાયરસને કારણે આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ શક્યું નથી. થિયેટરો બંધ થવાને કારણે તેની રિલીઝ ડેટ આગળ ધપાવી દેવામાં આવી હતી. જેના કારણે પ્રેક્ષકો તેને મોટા પડદા પર જોઈ શક્યા નહોતા.

#કેટરિના કૈફ
કેટરિના કૈફ આ વર્ષે અક્ષય કુમાર સાથે ફિલ્મ સૂર્યવંશીમાં જોવા મળવાની હતી. પરંતુ અફસોસ કે તેવું બન્યું નહીં. એક્શન ફિલ્મ ડિરેક્ટર રોહિત શેટ્ટીએ આ ફિલ્મ આવતા વર્ષે થિયેટરોમાં રિલીઝ કરવાનો નિર્ણય લીધો હતો. આ સિવાય આ વર્ષે કેટરીના બીજા કોઈ પ્રોજેક્ટ માં જોવા મળી નથી.

#રણવીર સિંહ
ખૂબ આતુરતાથી રાહ જોવાઈ રહેલી રણવીર સિંહ ની સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ 83 10 એપ્રિલ 2020 ના રોજ થિયેટરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ મહામારી કોરોના વાયરસના કારણે રિલીઝ થઈ શકી નહીં. આ ઉપરાંત રણવીરની ફિલ્મ જયેશભાઇ જોરદાર પણ આ વર્ષે રિલીઝ થઈ નથી. આવી સ્થિતિમાં ચાહકોને રણવીરને પડદા પર જોવાની તક મળી નહતી.

#સલમાન ખાન
2020 એ કદાચ પહેલું વર્ષ છે જ્યારે આખા વર્ષમાં સલમાન ખાનની એક પણ ફિલ્મ રિલીઝ થઈ નહિ હોય. સલ્લુ ભાઈની ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ 2020 માં ઈદ પર રિલીઝ થવાની હતી, જે કોરોનાને કારણે થઈ શકી નહીં. જોકે આ ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું છે, પરંતુ પોસ્ટ પ્રોડક્શન પ્રક્રિયા હજી ચાલુ છે. આ રિલીઝ ક્યારે થશે તે અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

#શાહરૂખ ખાન
2018 માં ફિલ્મ ઝીરોની નિષ્ફળતાથી શાહરૂખ ખાને કોઈ પણ ફિલ્મ સાઇન કરી નથી. ચાહકો બોલિવૂડના બાદશાહના પરત આવવાની રાહ જોઇ રહ્યા છે. આ વર્ષે શાહરૂખના પ્રોજેક્ટ્સ અંગે ઘણી અટકળો કરવામાં આવી હતી, પરંતુ તે એક પણ ફિલ્મમાં દેખાયો ન હતો. કહેવામાં આવી રહ્યું છે કે શાહરૂખ જલ્દીથી યશ રાજની ફિલ્મ પઠાણમાં જોવા મળી શકે છે. પરંતુ હજી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.


