Site icon

ઐશ્વર્યા રાયની ખૂબસૂરતીનો જાદુ આજે પણ બરકરાર, ડબ્બુ રત્નાનીના કૅલેન્ડર 2021માં ફેન્સે કરી આ કમેન્ટ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 30 જુલાઈ, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

બૉલિવુડની ઍક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચને આજે પણ પોતાની ખૂબસૂરતીથી લોકોને પોતાના દીવાના કરી દીધા છે. ઐશ્વર્યા રાયની ખૂબસૂરતીનો જાદુ આજે પણ બરકરાર છે. હાલમાં ઐશ્વર્યા રાય બચ્ચનની એક તસવીર વાયરલ થઈ છે, જે સેલિબ્રિટી ફોટોગ્રાફર ડબ્બુ  રત્નાનીએ પોતાના 2021ના કૅલેન્ડર માટે ક્લિક કરી છે. આ તસવીરમાં ઐશ્વર્યા રાય અદ્ભુત લાગી રહી છે, જે તેના ફેન્સને બહુ ગમી ગઈ છે. આ ફોટામાં ઐશ્વર્યા રાયે ટૉપની સાથે જૅકેટ પહેર્યું છે એની સાથે વેવી હેર સ્ટાઇલ તેના દેખાવમાં ચાર ચાંદ લગાવી દે છે. ડબુ રત્નાનીએ ઐશ્વર્યાનો ફોટો શૅર કરીને લખ્યું છે કે ‘'When You Possess Light Within, You See It Externally. Absolutely Radiant Aishwarya Rai Bachchan.' આ ફોટા પર ઐશ્વર્યાના ફેન્સ ‘બ્યુટિફુલ’, ‘સ્ટનિંગ’, અને ‘ગોર્જિયસ’ જેવી કૉમેન્ટો કરી રહ્યા છે.

પતિ અભિષેક બચ્ચન કરતાં પણ વધારે ધનવાન છે ઐશ્વર્યા રાય બચ્ચન, અધધધ આટલા કરોડની છે માલિક, જાણો વિગત

બૉલિવુડની સૌથી ખૂબસૂરત ઍક્ટ્રેસમાંની એક ઐશ્વર્યા રાય પોતાની ખૂબસૂરતી અને ઍક્ટિંગની સાથે-સાથે તેની સ્ટાઇલને લઈને પણ ચર્ચામાં રહેતી હોય છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઍક્ટિવ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના ૯.૫ મિલિયન ફોલોઅર્સ છે. વધુમાં જણાવવાનું કે કેટલાક દિવસ પહેલાં ઐશ્વર્યા રાયનો અભિષેક તથા પુત્રી આરાધ્યા સાથે એક ફોટો વાયરલ થયો હતો. એ પછી લોકોએ એવું અનુમાન લગાવ્યું હતું કે ઐશ્વર્યા બીજી વાર માતા બનવા જઈ રહી છે.

 

Kartik Aaryan Birthday Special: એક સમયે ઓડિશન માટે ભટકતો કાર્તિક આર્યન આજે છે કરોડો ની સંપત્તિ નો મલિક, જાણો અભિનેતા ને નેટવર્થ અને તેના સંઘર્ષ ની યાત્રા વિશે
The Family Man 3: ધ ફેમિલી મેન 3 માં ખાલી મનોજ બાજપેયી એ જ નહીં સિરીઝ ની આ સ્ટાર કાસ્ટ એ પણ કર્યું છે અદભુત કામ
Siddhant Kapoor: ઓરી પછી હવે શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂર ને મુંબઈ પોલીસ એ પાઠવ્યું સમન, 252 કરોડના ડ્રગ્સ કેસમાં થશે પૂછપરછ
Abhinav Shukla: અભિનવ શુક્લા બન્યો આઈડેન્ટિટી થેફ્ટ સ્કેમનો શિકાર, તેની આઈડી પર એક કે બે નહીં પરંતુ આટલા લોકો એ લીધી લોન
Exit mobile version