ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 ફેબ્રુઆરી 2022
સોમવાર
દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સનું આયોજન દર વર્ષે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવા માટે કરવામાં આવે છે. જેમાં કલાકારોના કામના વખાણ અને સન્માન કરવામાં આવે છે. રવિવારે મુંબઈમાં દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું.જ્યાં આશા પારેખ, લારા દત્તા, સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી, અહાન શેટ્ટી, સાન્યા મલ્હોત્રા સહિત અનેક કલાકારો પહોંચ્યા હતા.અનેક કલાકારોને તેમના યોગદાન બદલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આવો અમે તમને જણાવીએ કે કયા કલાકારે કયો એવોર્ડ જીત્યો અને કઈ ફિલ્મ બેસ્ટ સાબિત થઈ.
આશા પારેખને ફિલ્મ ઉદ્યોગમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. બીજી તરફ રણવીર સિંહને 83 માટે બેસ્ટ એક્ટર અને મિમી માટે કૃતિ સેનનને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.આવો જાણીયે સંપૂર્ણ વિજેતા ની યાદી
શ્રેષ્ઠ ફિલ્મ – શેર શાહ
શ્રેષ્ઠ અભિનેતા – રણવીર સિંહ
શ્રેષ્ઠ અભિનેત્રી – કૃતિ સેનન
બેસ્ટ ડેબ્યુ – અહાન શેટ્ટી
ફિલ્મ ઓફ ધ યર – પુષ્પા ધ રાઇઝ
શ્રેષ્ઠ વેબ સિરીઝ – કેન્ડી
વેબ સિરીઝમાં શ્રેષ્ઠ અભિનેતા – મનોજ બાજપેયી
વેબ સિરીઝમાં શ્રેષ્ઠ અભિનેત્રી – રવીના ટંડન
શ્રેષ્ઠ પ્લેબેક સિંગર મેલ – વિશાલ મિશ્રા
શ્રેષ્ઠ પ્લેબેક સિંગર ફીમેલ – કનિકા કપૂર
બેસ્ટ શોર્ટ ફિલ્મ – પાઉલી
શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ – અનોદર રાઉન્ડ
શ્રેષ્ઠ દિગ્દર્શક – કેન ઘોષ
શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફર – જયકૃષ્ણ ગુમ્માડી
સહાયક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા – સતીશ કૌશિક
સહાયક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેત્રી – લારા દત્તા
નકારાત્મક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા – આયુષ શર્મા
પીપલ્સ ચોઈસ બેસ્ટ એક્ટર – અભિમન્યુ દાસાની
પીપલ્સ ચોઈસ બેસ્ટ એક્ટ્રેસ – રાધિકા મદન
ટેલિવિઝન સિરિયલ ઑફ ધ યર – અનુપમા
શ્રેષ્ઠ અભિનેતા ટીવી – શાહિર શેખ
શ્રેષ્ઠ અભિનેત્રી ટીવી – શ્રદ્ધા આર્યા
મોસ્ટ પ્રોમિસિંગ એક્ટર ટીવી સિરિયલ – ધીરજ ધૂપર
મોસ્ટ પ્રોમિસિંગ એક્ટ્રેસ ટીવી સિરિયલ – રૂપાલી ગાંગુલી
ક્રિટિક્સ બેસ્ટ ફિલ્મ – સરદાર ઉધમ
ક્રિટિક્સ બેસ્ટ એક્ટર – સિદ્ધાર્થ મલ્હોત્રા
ક્રિટિક્સ બેસ્ટ એક્ટ્રેસ – કિયારા અડવાણી
એવોર્ડ નાઈટમાં લકી અલીએ ઓ સનમ ગીત પર પરફોર્મ પણ કર્યું હતું.
'ગંગુબાઈ કાઠિયાવાડી'ની રિલીઝ પહેલા કંગના થઈ આક્રમક, આલિયા ભટ્ટ ને લઈ ને કહી આ વાત; જાણો વિગત