Site icon

TMKOC Asit Modi: શું હવે તારક મહેતા માં વાપસી નહીં કરે દિશા વાકાણી? અસિત મોદી એ આપ્યો આવો જવાબ

TMKOC Asit Modi: તારક મેહતા ના પ્રોડ્યુસર અસિત મોદી એ તાજેતર માં એક મીડિયા હાઉસ ને ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેમને દિશા વાકાણી ની વાપસી ને લઈને વાત કરી હતી.

Dayaben Not Returning to TMKOC Asit Modi Breaks Silence

Dayaben Not Returning to TMKOC Asit Modi Breaks Silence

News Continuous Bureau | Mumbai 

TMKOC Asit Modi: ટેલિવિઝનનો લોકપ્રિય શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”  ફરી એકવાર ચર્ચામાં છે. શો છેલ્લા ચાર અઠવાડિયાથી TRP ચાર્ટમાં ટોચ પર છે. તાજેતરમાં ભૂતની વાર્તા દર્શાવવામાં આવી હતી, જેને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી. હવે વાર્તા ફરીથી મુખ્ય પાત્ર જેઠાલાલ પર કેન્દ્રિત થઈ રહી છે. જોકે, દયાબેન ના અભાવને લઈને દર્શકોમાં ઉદાસીનતા છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Labubu Doll Video: લાબુબુ ડોલ ને લઈને આ અર્ચના ગૌતમ એ કર્યો ચોંકવાનરો દાવો, લોકો ને કરી આવી અપીલ, વિડીયો થયો વાયરલ

દયાબેનના પાત્ર વિશે અસિત મોદીની સ્પષ્ટતા

એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં શોના પ્રોડ્યુસર અસિત મોદીએ દયાબેન ના પાત્ર વિશે કહ્યું કે “દિશા વકાણી  એ જે છાપ છોડી છે તે આજે પણ જીવંત છે. લોકો 8 વર્ષ પછી પણ તેમને યાદ કરે છે. તેમનું પાત્ર એટલું લોકપ્રિય છે કે તેને ફરીથી રજૂ કરવું સરળ નથી. યોગ્ય સમય અને પરિસ્થિતિની જરૂર છે.”


અસિત મોદીએ કહ્યું કે “હું હાલમાં સ્ટોરીટેલિંગ પર ધ્યાન આપી રહ્યો છું. જો વાર્તા મજબૂત હોય તો દર્શકો પાત્રોની ગેરહાજરીને ભૂલી જાય છે. શો હંમેશા તેની મજબૂત વાર્તા માટે ઓળખાય છે. દયાબેન  ના વગર પણ અમે દર્શકોને જોડી રાખી શક્યા છીએ.” શોના સફળતાની પાછળનું રહસ્ય જણાવતાં અસિત મોદીએ કહ્યું કે “આ શો સામાન્ય માણસની દૈનિક જીવનની હળવી-ફુલકી પરિસ્થિતિઓ દર્શાવે છે. લોકો આ સાથે જોડાઈ શકે છે. વર્ષોથી દર્શકો સાથે અમારું જોડાણ મજબૂત રહ્યું છે.”

 

Lockdown Hindi Release: ઓટીટી પર રિલીઝ થઈ અનુપમા પરમેશ્વરનની ફિલ્મ ‘લોકડાઉન’, જાણો ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે આ ઈમોશનલ ડ્રામા
Bigg Boss 19 Winner Gaurav Khanna: ગૌરવ ખન્નાને હજુ સુધી કેમ નથી મળી બિગ બોસની વિનિંગ એમાઉન્ટ? પ્રાઈઝ મની અને કાર વિશે અભિનેતાએ કર્યો મોટો ખુલાસો
‘Dhurandhar Song Shararat: સિંગર મધુબંતી બાગચી અને આદિત્ય ધર વચ્ચે શું થઈ હતી ડીલ? ‘શરારત’ ગીતના શૂટિંગ પહેલાની રસપ્રદ શરતનો ખુલાસો
Hansika Motwani Divorce: હંસિકા મોટવાની અને સોહેલ કથુરિયાના છૂટાછેડાના સમાચાર વાયરલ, જાણો લગ્નજીવનમાં તિરાડ અંગેના દાવા પાછળનું શું છે કારણ
Exit mobile version