Site icon

શું આ કારણે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં ‘દયાબેન’ વાપસી નથી કરી રહ્યા? પતિએ મૂકી આવી ડિમાન્ડ! જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,1 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

શનિવાર

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં તેના અભિનયથી લોકો ના દિલ માં રાજ કરનાર  દયાબેનના ચાહકો તેના વાપસીની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. નિર્માતાઓ પણ અત્યાર સુધી દયાબેનનું પાત્ર ભજવતી અભિનેત્રી દિશા વાકાણીનું રિપ્લેસમેન્ટ શોધી શક્યા નથી.તે જ સમયે, લાંબા સમયથી શોમાં બતાવવામાં આવ્યું છે કે દયા તેની માતા સાથે અમદાવાદમાં છે. દિશા વાકાણીના કમબેકને લઈને મેકર્સ અને તેના પતિ વચ્ચે લાંબા સમયથી કોઈ સમજૂતી થઈ નથી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેકર્સ ઈચ્છે છે કે દિશા વાકાણી જલ્દી શોમાં પરત ફરે. મેકર્સ દિશા વાકાણીની દરેક જરૂરિયાતો પૂરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેના પતિ તેની માંગ ઘટાડવા તૈયાર નથી.દિશા વાકાણીના પતિની માંગ છે કે અભિનેત્રી દિવસમાં માત્ર ત્રણ કલાક શૂટ કરશે અને જ્યાં સુધી અભિનેત્રી શૂટ કરશે ત્યાં સુધી સેટ પર તેમના બાળક માટે નર્સરી હોવી જોઈએ. જેમાં દિશાનું બાળક અને તેની આયા રહેશે,. આ સાથે દિશા વાકાણીના પતિની માંગ છે કે તેને એક એપિસોડ માટે લગભગ દોઢ લાખ રૂપિયા ફી આપવામાં આવે.

‘તારક મહેતા’…ની સોનુ બની ખૂબ જ સુંદર, એક્ટિંગ છોડીને ઝિલ મહેતા કરી રહી છે હવે આ કામ; જાણો વિગત

તમને જણાવી દઈએ કે દયાબેન લગભગ ચાર વર્ષથી ‘તારક મહેતા’ શો માં જોવા મળ્યા નથી. દયાબેનનું પાત્ર ભજવતી દિશા વાકાણી પ્રસૂતિ રજા પર ગઈ હતી, ત્યાર બાદ તે પાછી આવી નથી.વચ્ચે એવા અહેવાલો પણ આવ્યા હતા કે નિર્માતા દિશાને બદલી શકે છે, પરંતુ ચાહકોમાં અભિનેત્રીની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને આવું કરવામાં આવ્યું ન હતું. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લગભગ 13 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે અને ટીઆરપીમાં પણ આ શો ટોપ 5માં યથાવત છે.હવે જોવું એ રહ્યું કે શું શો ના નિર્માતાઓ દિશા ના પતિ ની માંગ પુરી કરશે? શું દિશા શો માં પરત ફરશે? આ તો આવનાર સમય જ કહેશે.

PM Modi Selfie Fauda Stars: PM મોદી અને ‘Fauda’ ફેમ લિયર રાઝની મુલાકાત: પીએમએ સેલ્ફી સાથે આપ્યું એવું નિવેદન કે કલાકારો પણ હસી પડ્યા!
Vijay Deverakonda Rashmika Mandanna Wedding Photos: લગ્ન બાદ વિજય દેવરકોંડાએ રશ્મિકા માટે લખી દિલ જીતી લે તેવી પોસ્ટ; તસવીરો જોઈને ફેન્સની આંખોમાં આવ્યા આંસુ!
Rishab Shetty Reaction Rashmika Wedding: રશ્મિકા મંદાનાના લગ્નના સવાલ પર ભડક્યા ઋષભ શેટ્ટી: એક્સ-મંગેતર રક્ષિત શેટ્ટીના મિત્રો હજુ પણ છે નારાજ? જાણો કન્નડ ઈન્ડસ્ટ્રીમાં શું છે વિવાદ
Bhoot Bangla First Song Ram Ji: અક્ષય કુમાર-પ્રિયદર્શનની સુપરહિટ જોડીનો જાદુ પરત ફર્યો! ‘ભૂત બંગલા’નું ધમાકેદાર સોંગ રિલીઝ, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ
Exit mobile version