Taarak Mehta Ka Ooltah Chashmah: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનું કમબેક, ટપુના નિવેદનથી માહોલ ગરમાયો

Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા માં ટપુએ GPL (Gokuldham Premier League)ની ચર્ચા દરમિયાન કહ્યું – “મારી મમ્મી પણ જલ્દી ગોકુલધામમાં પાછી આવશે”

by Zalak Parikh
Taarak Mehta Ka Ooltah Chashmahગોકુલધામ સોસાયટીને મળ્યો નવો મહેમાન! હાર્દિક સંગાણીની એન્ટ્રીથી શોમાં આવશે નવો રંગ, જાણો શું હશે તેમનું પાત્ર

News Continuous Bureau | Mumbai

Taarak Mehta Ka Ooltah Chashmah: લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના ફેન્સ વર્ષોથી દયાબેન ની વાપસીની રાહ જોઈ રહ્યા છે. હવે શોમાં ટપુએ પોતે કન્ફર્મ કર્યું છે કે દયાબેન જલ્દી ગોકુલધામમાં પાછી આવશે. આ અપડેટથી ફેન્સમાં ઉત્સાહ છવાઈ ગયો છે.

આ સમાચાર પણ વાંચો : Anupamaa: અનુપમાએ મુંબઈમાં મુક્યો પગ, હવે સ્ટોરીમાં શું થશે? ફેન્સ માટે જબરદસ્ત સસ્પેન્સ

ટપુએ કેવી રીતે આપ્યું કન્ફર્મેશન?

મીડિયા રિપોર્ટ મુજબ તાજેતરના એપિસોડમાં ટપુ સેનાની ચર્ચા દરમિયાન GPL નો આઈડિયા આવ્યો. ટપુએ કહ્યું – “મારી મમ્મી પણ જલ્દી ગોકુલધામમાં પાછી આવશે.” આ સાંભળીને સોનૂએ ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે દયા આન્ટી ની મીઠી ચહકથી ગોકુલધામ ફરી જીવંત થઈ જશે. ટપુએ કહ્યું કે GPLમાં દયાબેનની હાજરીથી મજા બમણી થઈ જશે. ફેન્સ સોશિયલ મીડિયા પર GPL અને દયાબેનની વાપસી અંગે ચર્ચા કરી રહ્યા છે. હવે જોવાનું એ છે કે શોમાં દયાબેન ક્યારે એન્ટ્રી કરે છે અને GPL ક્યારે શરૂ થાય છે.


દયાબેન નું પાત્ર દિશા વકાણી  એ ભજવ્યો હતું, પરંતુ 2017માં મેટરનિટી લીવ બાદ તેઓ શોમાં પાછા આવ્યા નથી. હાલ સુધી દિશા વકાણીની વાપસી અંગે કોઈ સત્તાવાર જાહેરાત નથી, પરંતુ શોમાં દયાબેનના પાત્રની એન્ટ્રી કન્ફર્મ થઈ ગઈ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More