ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
26 માર્ચ 2021
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 13 વર્ષથી દયા ભાભી નું પાત્ર ભજવી રહેલા દિશા વાકાણી તારક મહેતા માં પાછા આવશે કે નહીં તે સંદર્ભે સસ્પેન્સ યથાવત છે.
આ સંદર્ભે એક મીડિયા હાઉસ સાથે વાતચીત કરતાં પ્રોડ્યુસર અસિત મોદીએ જણાવ્યું હતું કે અમે દિશાને પૂરતો સમય આપ્યો છે. પ્રોફેશનલ લાઇફમાં બેલેન્સ શક્ય છે. આટલો લાંબો બ્રેક કદાચ કોઈને મળી શકતો હશે. અમે છેલ્લી ઘડી સુધી તેમને સમજાવવાના પ્રયાસ કરી રહ્યા છીએ.પરંતુ જો આખરે તે નહીં આવે તો અમારે રિપ્લેસમેન્ટ શોધવું પડશે. પરંતુ આજ દિવસ સુધી અમે રિપ્લેસમેન્ટ શોધવાની શરૂઆત કરી નથી.
ઉલ્લેખનીય છે કે દિશા વાકાણી ને ડીલેવરી પછી બ્રેક અપાયો છે. લોકોના મનમાં આ પાત્ર ઊંડે સુધી સ્થાપિત થઈ ગયું છે એટલે તેને રિપ્લેસ કરવું મુશ્કેલ છે.