Site icon

Deepika Chikhlia on Ramayana: દીપિકા ચીખલીયા એ રણબીર કપૂર ની રામાયણ પર તોડ્યું મૌન, સાઈ પલ્લવી ના સીતા બનવા પર કહી આવી વાત

Deepika Chikhlia on Ramayana: દીપિકા ચિખલિયાએ કહ્યું કે રામાયણ માત્ર ટેક્નોલોજી નહીં, ભાવનાઓની કહાની છે

Deepika Chikhalia Reacts to Ranbir Kapoor Ramayana and Sai Pallavi as Sita

Deepika Chikhalia Reacts to Ranbir Kapoor Ramayana and Sai Pallavi as Sita

News Continuous Bureau | Mumbai

Deepika Chikhlia on Ramayana: રામાનંદ સાગરની ‘રામાયણ’ માં સીતા નો રોલ ભજવનાર દીપિકા ચિખલિયા આજે પણ લાખો લોકો માટે ‘સીતા માતા’ તરીકે ઓળખાય છે. નિતેશ તિવારી ની નવી ફિલ્મ ‘રામાયણ’નું ટીઝર સામે આવ્યા બાદ દીપિકાએ મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં પોતાની પ્રતિક્રિયા આપી. તેણે વિઝ્યુઅલ્સની પ્રશંસા કરી, પણ સાથે જ ચિંતા વ્યક્ત કરી કે ક્યાંક ટેક્નોલોજી વચ્ચે રામાયણની આત્મા ખોવાઈ ન જાય.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Metro In Dino Review: ‘મેટ્રો ઇન દિનો’ નો પ્રથમ રીવ્યુ આવ્યો સામે, જાણો કેવી છે સંબંધોની ગાંઠ ખોલતી આદિત્ય રોય કપૂર અને સારા અલી ખાન ની ફિલ્મ

‘રામાયણ’ માત્ર ગ્રાફિક્સ નહીં, ભાવનાઓ છે: દીપિકા

દીપિકા ચિખલિયાએ કહ્યું કે ટીઝર ભવ્ય છે, પણ તેમાં આત્મા દેખાઈ નથી. “રામાયણ એ ટેક્નોલોજી નહીં, પણ ભાવનાઓની કહાની છે. જ્યારે અમે શો કર્યો હતો ત્યારે ટેક્નોલોજી ઓછી હતી, પણ લોકોના દિલ સાથે જોડાણ થયું હતું,” સાઈ પલ્લવી વિશે દીપિકાએ કહ્યું કે તે સારી અભિનેત્રી છે અને સીતા તરીકે પોતાનું કામ સારી રીતે કરશે. “હું પોતાને રામાયણમાં કોઈ બીજાં પાત્રમાં જોઈ શકતી નથી. હું માત્ર સીતા જ છું,” એમ દીપિકાએ સ્પષ્ટ કહ્યું. તેણે ઉમેર્યું કે આજના કલાકારોને ભગવાન તરીકે સ્વીકારવું લોકો માટે મુશ્કેલ હોય શકે છે, કારણ કે તેઓ પહેલાથી ઓળખાતા ચહેરા છે.


દીપિકાએ કહ્યું કે જ્યારે તેણે રણબીર કપૂરને રામના રૂપમાં જોયો, ત્યારે તરત જ તેને અરુણ ગોવિલ યાદ આવી ગયા. “મારે માટે તો રામજી એટલે અરુણજી છે. 35 વર્ષથી લોકો તેમને રામ તરીકે જ ઓળખે છે,”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Yeh Rishta Kya Kehlata Hai: ૧૬ વર્ષથી રાજ કરતો શો ‘યે રિશ્તા…’ ઓફ-એર થવાના આરે? જાણો શું છે ચેનલનો નવો પ્લાન
Sabeer Bhatia Review Dhurandhar: સબીર ભાટિયાનો ‘ધુરંધર’ પર આકરો પ્રહાર: ‘ક્રિએટિવિટીના નામે માત્ર દેખાડો’, નવી પેઢી પર ફિલ્મની અસરને લઈને વ્યક્ત કરી ચિંતા
Ranveer Allahbadia New House Mumbai: ઝીરોથી કરોડો સુધીની સફર: રણવીર અલ્હાબાદિયાએ મુંબઈમાં ખરીદ્યું લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ; યુટ્યુબ કિંગની નેટવર્થ જોઈ આંખો પહોળી થઈ જશે
Kalki 2898 AD Sequel: બે મહાનાયકોનું મિલન! ‘કલ્કી 2’ના સેટ પર અમિતાભ બચ્ચન અને કમલ હાસનની જુગલબંધી; ફોટા જોઈ ચાહકોમાં ભારે ઉત્સાહ
Exit mobile version