ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૩ જુલાઈ ૨૦૨૧
શનિવાર
નિર્મતા મધુ મન્ટેનાએ એક વાતચીતમાં કન્ફર્મ કર્યું છે કે દિવાળી પર તે ભારતીય સિનેમાની અધધધ બજેટ ધરાવતી ફિલ્મ ‘રામાયણ’ની ઘોષણા કરવાના છે. એમાં સીતાનું પાત્ર દીપિકા પાદુકોણ ભજવવાની છે, જ્યારે બીજી બાજુ મધુ મન્ટેના અને દીપિકા પાદુકોણ ૨૦૧૯માં જ ‘દ્રૌપદી’નું એલાન કરી ચૂક્યા છે.
મધુ મન્ટેનાએ જણાવ્યું હતું કે, હું અને દીપિકા આ ફિલ્મો પર સતત કામ કરી રહ્યા છે.દીપિકા પહેલા સીતાનું પાત્ર ભજવશે અને પછી દ્રૌપદીના પાત્રમાં જોવા મળશે.રામાયણમાં હૃતિક રોશન, દીપિકા પાદુકોણ અને મહેશ બાબુ મુખ્ય રોલ કરી રહ્યા છે. એમાં હૃતિક રાવણ અને મહેશ બાબુ રામના પાત્રમાં જોવા મળવાના છે. ફિલ્મની રસપ્રદ વાત એ છે કે મહાભારત પર આધારિત ફિલ્મનું નિર્માણ મધુ મન્ટેના સાથે દીપિકા પાદુકોણ પણ કરવાની છે. કહેવાય છે કે દીપિકા દ્રૌપદીનો મુખ્ય રોલ નિભાવશે,આ ફિલ્મ દ્રૌપદીના પાત્રને ધ્યાનમાં રાખીને જ બનાવામાં આવશે.
મધુ મન્ટેનાના બન્ને પ્રોજેક્ટ રામાયણ અને મહાભારતનું બજેટ ૬૦૦-૬૦૦ કરોડ રૂપિયા છે.