Site icon

Jawan: શું દીપિકા પાદુકોણે ‘જવાન’માં કેમિયો માટે નથી લીધી ફી? અભિનેત્રી એ આ વાત ના ખુલાસા સાથે જણાવ્યો શાહરુખ સાથે નો તેનો સંબંધ

Jawan: દીપિકા અને શાહરૂખની જોડી દરેક વખતે બોક્સ ઓફિસ પર હિટ રહી છે. 'જવાન'માં તેના કેમિયો વિશે વાત કરતાં દીપિકાએ કહ્યું કે તે સ્પેશિયલ અપિયરન્સ માટે કોઈ ચાર્જ લેતી નથી.

deepika padukone reveals she did not charge anything for special appearance in shahrukh khan film jawan

deepika padukone reveals she did not charge anything for special appearance in shahrukh khan film jawan

News Continuous Bureau | Mumbai

Jawan: શાહરૂખ ખાન બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ નો પહેલો હીરો હતો, જ્યારે તેણે વર્ષ 2017માં ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. શાહરૂખ અને દીપિકાએ ‘ચેન્નઈ એક્સપ્રેસ’ અને ‘હેપ્પી ન્યૂ યર’ જેવી ઘણી સફળ ફિલ્મો સાથે કરી છે. શાહરૂખ-દીપિકાએ વર્ષ 2023ની સૌથી મોટી હિટ ફિલ્મ ‘પઠાણ’ આપી છે. આ સાથે દીપિકાએ કિંગ ખાનની તાજેતરમાં રિલીઝ થયેલી ‘જવાન’માં પણ કેમિયો કર્યો છે. દીપિકાએ ફરી એકવાર જવાનમાં શાહરૂખ સાથેની કેમેસ્ટ્રીથી છાપ છોડી છે.

Join Our WhatsApp Community

 

દીપિકાએ ‘જવાન’માં પોતાના કેમિયો પર કરી ખુલી ને વાત 

બોક્સ ઓફિસ પરની આ બધી સફળતાઓ પછી ચાહકો દીપિકાને શાહરૂખનો લકી ચાર્મ માનવા લાગ્યા છે. આ જોડી દરેક વખતે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવે છે. એક ઈન્ટરવ્યુમાં ‘જવાન’માં તેના કેમિયો વિશે વાત કરતી વખતે દીપિકાએ કહ્યું કે તે સ્પેશિયલ અપિયરન્સ માટે કોઈ ચાર્જ લેતી નથી. તેણીએ કહ્યું, “હું ’83’નો ભાગ બનવા માંગતી હતી કારણ કે હું ઇચ્છતી હતી કે તે મહિલાઓ વિશે હોય જેઓ તેમના પતિની સફળતા પાછળ ઉભી હોય.” અભિનેત્રીએ કહ્યું, “મેં મારી માતાને આવું જ કરતા જોયા છે. મને તે પત્નીઓ પર ખૂબ ગર્વ છે જેઓ તેમના પતિના કરિયરના સમર્થનમાં ઉભી છે. આ સાથે, હું હંમેશા શાહરૂખ સાથે સ્પેશિયલ અપિયરન્સ માટે તૈયાર છું.” આ રોહિત શેટ્ટી માટે પણ છે.”

આ સમાચાર પણ વાંચો : Tiger 3: સલમાન ખાન ની ફિલ્મ ટાઇગર 3 માં થઇ વધુ એક એન્ટ્રી, શાહરૂખ ખાનની સાથે આ સુપરસ્ટાર્સ પણ કરશે કેમિયો

દીપિકા ને શાહરુખ માટે છે સન્માન  

આ સાથે દીપિકા એ જણાવ્યું કે ‘જો શાહરૂખ સાથે કોઈ સ્પેશિયલ અપીયરન્સ હશે તો હું ચોક્કસ કરીશ. રોહિત શેટ્ટી સાથે પણ. અમે બંને એકબીજાના લકી ચાર્મ છીએ. પણ હું તમને સાચું કહું, અહીં નસીબ કરતાં પણ મોટી વસ્તુ છે. અમારી વચ્ચે ઊંડો વિશ્વાસ છે અને અમે એકબીજાનું સન્માન પણ કરીએ છીએ. નસીબ એ કેકની ટોચ પરની ચેરી છે.’

Ranbir Kapoor: રણબીર કપૂર એ ઐશ્વર્યા રાય ની આ ફિલ્મમાં સહાયક નિર્દેશક તરીકે કર્યું હતું કામ, 17 વર્ષ પછી અભિનેત્રી સાથે કર્યો રોમાન્સ
Katrina Kaif Pregnancy: શું ખરેખર કેટરીના કૈફ ગર્ભવતી છે? જાણો રિપોર્ટ માં શું કરવામાં આવી રહ્યો છે દાવો
Sunny Sanskari Ki Tulsi Kumari Trailer: વરુણ-જાહ્નવીની કેમેસ્ટ્રી એ જીત્યા ચાહકો ના દિલ, ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ નું મજેદાર ટ્રેલર થયું રિલીઝ
Two Much With Kajol and Twinkle Trailer: કાજોલ-ટ્વિંકલ ના સવાલ જવાબ થી ડર્યો આમિર ખાન, સલમાન ખાને ઉડાવી મજાક, મજેદાર છે ટુ મચ નું ટ્રેલર
Exit mobile version