News Continuous Bureau | Mumbai
એક સમય હતો જ્યારે દીપિકા પાદુકોણ અને રણબીર કપૂરનું અફેર બોલિવૂડમાં ચર્ચામાં રહેતું હતું. બંને સ્ટાર્સ એકબીજા માટે ગંભીર હતા. પરંતુ, પાછળથી, ખબર નહીં કોની નજર લાગી ગઈ કે તેઓ બંને અલગ થઈ ગયા. આજે બંને પોતપોતાના જીવનમાં ખૂબ ખુશ છે. પરંતુ, તાજેતરમાં દીપિકા પાદુકોણ જૂની યાદોને તાજી કરતી જોવા મળી છે. તેણે રણબીર સાથેનો પોતાનો એક વીડિયો શેર કર્યો છે.
દીપિકા પાદુકોણે ઇન્સ્ટા સ્ટોરી પર શેર કર્યો વિડીયો
દીપિકા પાદુકોણે ઈન્સ્ટા સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં દીપિકા પાદુકોણ અને રણબીર કપૂર જોવા મળી રહ્યા છે. આ વિડિયો એનિમેટેડ છે. આ વીડિયો ખરેખર ‘યે જવાની હૈ દીવાની’નો છે. આજે આ ફિલ્મની રિલીઝને દસ વર્ષ પૂર્ણ થયા છે. આ અવસર પર દીપિકા પાદુકોણે તેની ઈન્સ્ટા સ્ટોરી પર આ વીડિયો શેર કર્યો છે.
વીડિયો શેર કરવાની સાથે દીપિકાએ અર્થપૂર્ણ કેપ્શન પણ લખ્યું છે. દીપિકાએ ફિલ્મની સતત બે-ત્રણ ક્લિપ્સ શેર કરી છે. વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું છે, ‘મારા હૃદયનો ટુકડો, આત્મા.’
અયાન મુખર્જીએ ‘યે જવાની હૈ દીવાની’ ને લઇ ને આ વાત કહી
તમને જણાવી દઈએ કે અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત ‘યે જવાની હૈ દીવાની’ આજે પણ એટલી જ પસંદ કરવામાં આવી રહી છે જેટલી રિલીઝ સમયે હતી. તાજેતરમાં જ ડિરેક્ટર અયાને આ ફિલ્મ વિશે ઘણી વાતો શેર કરી છે. અયાન મુખર્જીએ પણ ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મની યાદો શેર કરી છે. આ સાથે અયાને લખ્યું, ‘યે જવાની હૈ દીવાની’ મારું બીજું બાળક છે. મને લાગે છે કે આટલા વર્ષો પછી હું આજે વિશ્વાસ સાથે કહી શકું છું કે ફિલ્મો બનાવવી એ મારા જીવનની સૌથી રોમાંચક બાબત છે.
આ સમાચાર પણ વાંચો: શું યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં સમાપ્ત થાય છે અભિનવની સફર? અભિનેતા જય સોની એ કર્યો મોટો ખુલાસો
