Site icon

Cannesના રેડ કાર્પેટ પર ડગ્યો દીપિકાનો કોન્ફિડન્સ, ઓરેન્જ ટ્રેલ ગાઉનમાં પડી આ પ્રકારની તકલીફ; જુઓ વિડિયો.. 

 News Continuous Bureau | Mumbai 

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ(cannes film festival) માંથી દરરોજ દીપિકા પાદુકોણ(Deepika Padukone)નાં નવાં નવાં લૂક્સ આવે છે અને જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે. છેલ્લે તે કાન્સનાં રેડ કાર્પેટ(red carpet) પર ઓરેન્જ કલરનું ગાઉન પહેરીને પહોંચી હતી. આ ગાઉનમાં તે ઘણી જ સુંદર લાગતી હતી પણ તેને સંભાળવું અને તેને પહેરીને ચાલવામાં તેને ઘણી મુશ્કેલી પડી હતી જેને કારણે તે સોશિયલ મીડિયા પર ટ્રોલ(Troll) પણ થઇ હતી.

Join Our WhatsApp Community

દીપિકા પાદુકોણ જ્યૂરી મેમ્બર્સ(jury members) સાથે ફિલ્મ 'લિનોસન્ટ'ના પ્રીમિયરમાં આવી હતી. આ દરમિયાન તે ઑફ શોલ્ડર ઓરેન્જ ગાઉન(Off shoulder orange gown)માં આવી હતી. આ ગાઉનમાં દીપિકા ઘણી જ સુંદર લાગતી હતી. દીપિકાએ સો.મીડિયામાં કાન ફિલ્મ ફેસ્ટિવલની તસવીરો પણ શૅર કરી હતી.

 

આ ગાઉન એટલું લાંબુ હતું કે તેને પહેરીને ચાલવું ઘણું મુશ્કેલ હતું. જે માટે દીપિકાએ વારંવાર તેને પકડવું પડી રહ્યું હતું. ચાલતા સમયે તેનાં પગમાં પણ આવતું હતું જેને કારણે તેણે ગાઉનનું પોટલું બનાવી હાથમાં પકડીને ઉચકીને સીડીઓ ચઢવી પડી હતી. 

દીપિકાનું ગાઉન જાેઇને સોશિયલ મીડિયા પર તે ખૂબ જ ટ્રોલ થઇ હતી. કોઇએ કહ્યું કે, આ શું પહેરીને આવી ગઇ તો કોઇએ લખ્યું. આખી પાર્ટીનું પોતુ થઈ ગયું. તો કોઇએ લખ્યું, લાગે છે આણે ટ્રાયલ લીધા વગર જ ડ્રેસ પહેરી લીધો છે. તો અન્ય એકે લખ્યું છે કે, ખુબજ ગંદી રીતે ડિઝાઇન કરેલો ડ્રેસ છે. 

દીપિકાને વર્કફ્રંટની વાત કરીએ તો તે હવે તે શાહરુખ ખાનની 'પઠાન'માં જોવા મળશે. આ ઉપરાંત તે હૃતિક રોશન સાથે 'ફાઇટર’ માં કામ કરી રહી છે.

SS Rajamouli : ‘વારાણસી’ ટીઝર ઇવેન્ટમાં હનુમાનજી પર રાજામૌલીના નિવેદનથી વિવાદ, પોલીસ સુધી પહોંચી ફરિયાદ
Richest Bollywood Family: કપૂર-બચ્ચનનું પત્તું કપાયું! બોલીવુડનો આ પરિવાર છે સૌથી અમીર, તેમની સંપત્તિનો આંકડો જાણીને તમે ચોંકી જશો!
Dhurandhar Trailer: ‘ધુરંધર’ના ટ્રેલરમાં રણવીર સિંહનો ધમાકો, અર્જુન રામપાલનો જોવા મળ્યો ખૂંખાર લુક
Anupamaa: અનુપમાએ મુંબઈમાં મુક્યો પગ, હવે સ્ટોરીમાં શું થશે? ફેન્સ માટે જબરદસ્ત સસ્પેન્સ
Exit mobile version