News Continuous Bureau | Mumbai
Deepika padukone: દીપિકા પાદુકોણ હાલ તેની પ્રેગ્નેન્સી ને કારણે ચર્ચામાં છે. છેલ્લા ત્રણ વર્ષ થી દીપિકા પ્રતિષ્ઠિત મેટ ગાલા રેડ કાર્પેટની શોભા વધારતી આવી છે. ભારત તરફથી વૈશ્વિક રાજદૂત હોવાને કારણે, વૈશ્વિક કાર્યક્રમોમાં તેની હાજરી ચાહકોને ઉત્તેજિત કરે છે. જો કે, આ વર્ષે દીપિકા મેટ ગાલા માં રેડ કાર્પેટ પર પોતાની ખુબસુરતી નહીં બતાવી શકે જી હા દીપિકા આ વર્ષે મેટ ગાલા માં ભાગ નહીં લેવાની અને તે પાછળ નું કારણ તેની પ્રેગ્નેન્સી નહીં પરંતુ બીજું જ કઈ છે.
આ સમાચાર પણ વાંચો : Mandira bedi: મંદિરા બેદી નો ચહેરો જોઈ લોકો ને લાગ્યો 440 વોલ્ટ નો ઝટકો, અભિનેત્રી ના વિડીયો પર લોકો એ કરી આવી કોમેન્ટ
મેટ ગાલા માં ભાગ નહીં લે દીપિકા પાદુકોણ
એક મીડિયા રિપોર્ટ અનુસાર, ‘મેટ ગાલા રેડ કાર્પેટ પર દીપિકા પાદુકોણ નિયમિત રહી છે. આ વર્ષના મેટ ગાલા માં તેણીની હાજરીની અપેક્ષા ચાહકો માટે સ્વાભાવિક છે, ખાસ કરીને તે ભારતની સૌથી મોટી વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર છે. જો કે, દીપિકા ‘સિંઘમ 3’ ના શૂટિંગમાં વ્યસ્ત છે, તેમજ તેની ફિલ્મ’ કલ્કી 2898 એડી’ મે મહિનામાં રિલીઝ થવાની છે, તેથી તે આ વર્ષની ઇવેન્ટનો ભાગ નહીં હોય.’