News Continuous Bureau | Mumbai
રણબીર કપૂર અને આલિયા ભટ્ટને લગ્ન (ranbir-Alia wedding) બાદ એકથી એક ગિફ્ટ (Gifts) મળી રહી છે. રણબીર કપૂરની એક્સ ગર્લફ્રેન્ડ કેટરિના કૈફ (Katrina Kaif) અને દીપિકા પાદુકોણે (Deepika Padukone) નવા પરણેલા કપલને લાખોની ગિફ્ટ આપી હતી. તેમજ, આલિયા ભટ્ટના (Alia Bhatt) એક્સ બોયફ્રેન્ડ સિદ્ધાર્થ મલ્હોત્રાએ (Sidhharth Malhotra)પણ હેન્ડ બેગ ભેટમાં આપી હતી. આ સિવાય પ્રિયંકા ચોપરાએ (Priyanska Chopra) પણ નવા કપલને ખાસ ભેટ આપી હતી.
એક ન્યૂઝ પોર્ટલ ના રિપોર્ટ અનુસાર, રણબીર કપૂરની એક્સ ગર્લફ્રેન્ડ દીપિકા પાદુકોણે (Deepika Padukone) કપલને ચોપર્ડ ઘડિયાળ (Choperd watch) આપી છે. આ ઘડિયાળની કિંમત લગભગ 15 લાખ રૂપિયા છે.તો કેટરીના કૈફે (Katrina Kaif) રણબીર અને આલિયાને પ્લેટિનમ બ્રેસલેટ (Platinum bracelet) ગિફ્ટ કર્યું છે. તેની કિંમત 14.5 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે. આ સિવાય આલિયા ભટ્ટના (Alia Bhatt) એક્સ બોયફ્રેન્ડ સિદ્ધાર્થ મલ્હોત્રાએ વર્સેસની હેન્ડબેગ (Verses hang bag) ગિફ્ટ કરી છે. આ હેન્ડબેગની કિંમત 3 લાખ રૂપિયા છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રિયંકા ચોપરા (Priyanka Chsopra)અને રણબીર કપૂરે ફિલ્મ અંજના-અંજાની દરમિયાન એકબીજાને ડેટ કર્યા હતા. રિપોર્ટ્સ અનુસાર પ્રિયંકા ચોપરાએ આલિયા ભટ્ટને ડાયમંડ નેકલેસ (Diamond neckless) ગિફ્ટ કર્યો છે. તેની કિંમત નવ લાખ રૂપિયા છે. તેમજ, સ્ટુડન્ટ ઑફ ધ યરના શૂટિંગ દરમિયાન, વરુણ ધવન (Varun Dhawan) અને આલિયા ભટ્ટ ના ડેટિંગની અફવાઓ હતી. જોકે, બંને ખૂબ સારા મિત્રો છે. વરુણ ધવને તેના ખાસ મિત્રને હાઈ હીલ વાળા ગુચી (Gucci) ના સેન્ડલ ગિફ્ટ કર્યા છે. તેની કિંમત લગભગ ચાર લાખ રૂપિયા છે.
આ સમાચાર પણ વાંચો : પ્રિયંકા ચોપરાએ તેની 4 મહિનાની પુત્રી વિશે કરી વાત, આ ખાસ રીતે કરશે તેનો ઉછેર
અભિનેત્રીની માતા સોની રાઝદાને (Soni Razdan) તેના જમાઈ રણબીર કપૂર ને લગભગ 2.50 કરોડ રૂપિયાની મોંઘી ઘડિયાળ ભેટમાં આપી છે.પતિ-પત્નીની (Husband-wife) વાત કરીએ તો રણબીર કપૂરે તેની પત્ની આલિયા ભટ્ટને ખૂબ જ મોંઘી હીરાની વીંટી (Dimond ring) ભેટમાં આપી છે. આલિયા ભટ્ટે તેના પતિ રણબીર કપૂરને હેન્ડબેન્ડ (Handbend) ભેટમાં આપ્યો છે. આ ઉપરાંત લગ્નમાં ઉપસ્થિત મહેમાનોને કપલ દ્વારા રિટર્ન ગિફ્ટ(return gift) પણ આપવામાં આવી હતી. જેમાં કાશ્મીરી શાલ ગિફ્ટમાં આપવાની માહિતી સામે આવી છે, જેને આલિયા ભટ્ટે પોતે પસંદ કરી હતી, મહેમાનોને આ ગિફ્ટ ખૂબ જ પસંદ આવી હતી.