News Continuous Bureau | Mumbai
ધનુષ (Dhanush) સાઉથ ઈન્ડસ્ટ્રીના ફેમસ સ્ટાર્સમાંથી (Famous actor) એક છે. તે અવારનવાર પોતાની ફિલ્મોને લઈને ચર્ચામાં રહે છે, પરંતુ આ વખતે તે એક અલગ જ કારણથી ચર્ચામાં છે. વાસ્તવમાં, કેરળના એક કપલ (Kerala couple)દ્વારા ધનુષ વિશે કરવામાં આવેલા દાવાથી બધા ચોંકી ગયા છે. આ કારણે મદ્રાસ હાઈકોર્ટે (Madras high court)પણ અભિનેતાને સમન્સ મોકલ્યા છે. હકીકતમાં, કેરળ દંપતી કથીરેસન અને તેની પત્ની મીનાક્ષી દાવો કરે છે કે અભિનેતા ધનુષ તેમનો પુત્ર છે. દંપતીએ મદ્રાસ હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો, જે છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો હતો.
અહેવાલો અનુસાર, કોર્ટે (court)આ કેસમાં ધનુષને સમન્સ(summon) જારી કર્યા છે. કથીરેસને કોર્ટમાં દાવો કર્યો હતો કે અભિનેતાએ બનાવટી ડીએનએ ટેસ્ટ (DNA test) દસ્તાવેજો રજૂ કર્યા હતા, જેના માટે તેણે પોલીસ તપાસની પણ માંગ કરી હતી. કથીરેસને એક અપીલ દાખલ કરી છે જેમાં કોર્ટને 2020 માં આપેલા આદેશને રદ કરવા જણાવ્યું હતું જેણે DNA રિપોર્ટને સમર્થન આપ્યું હતું.દંપતીનું કહેવું છે કે ધનુષ તેમનો ત્રીજો પુત્ર છે. તેણે ફિલ્મોમાં કામ કરવા માટે તેનું ઘર છોડી દીધું. અભિનેતાના માતા-પિતા હોવાનો દાવો કરતા કથીરેસને દર મહિને 65,000 રૂપિયાના વળતરની (alemoney) માંગ કરી છે. બીજી તરફ, ધનુષે કપલના તમામ આરોપોને નકારી કાઢ્યા છે. કથીરેસનની અરજી મદુરાઈ હાઈકોર્ટમાં (Madurai high court) ફગાવી દેવામાં આવી હતી, ત્યારબાદ તેણે આ મામલે મદ્રાસ હાઈકોર્ટનો (Madras High court) સંપર્ક કર્યો હતો. આ મામલાની નોંધ લેતા કોર્ટે અભિનેતા ધનુષ વિરુદ્ધ નોટિસ (notice issue) જારી કરી છે.
આ સમાચાર પણ વાંચો: ભૂલ ભુલૈયા 2નું ટાઈટલ ટ્રેક થયું રિલીઝ, કાર્તિક આર્યનનો સ્વેગ જોઈને ફેન્સે આપી આવી પ્રતિક્રિયા; જુઓ ટાઇટલ ટ્રેક
તમને જણાવી દઈએ જે, હાલમાં જ ધનુષ (Dhanush)ઐશ્વર્યા રજનીકાંતથી(Aishwarya Rajnikant) છૂટાછેડાને (divorce)લઈને ચર્ચામાં હતો. લગ્નના 18 વર્ષ બાદ બંને એકબીજાથી અલગ થઈ ગયા હતા, જેની જાહેરાત તેઓએ સોશિયલ મીડિયા(Social media)દ્વારા કરી હતી.વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો, દક્ષિણ ભારતીય અભિનેતા ધનુષે રુસો બ્રધર્સની(Ruso brothers) આગામી સ્પાય થ્રિલર ફિલ્મ 'ધ ગ્રે મેન'માં (The grey man) એન્ટ્રી કરી છે, જે પ્રખ્યાત હોલીવુડ ફિલ્મ 'એવેન્જર્સ એન્ડગેમ'ના ( Avengers endgame) નિર્દેશક છે. આ મોટા બજેટની હોલીવુડ ફિલ્મમાં ધનુષ ક્રિસ ઈવાન્સ સાથે જોવા મળશે, જેઓ વિશ્વભરમાં 'કેપ્ટન અમેરિકા' (Captain America) તરીકે જાણીતા છે.