News Continuous Bureau | Mumbai
Dharmendra : ગઈ કાલે રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાની સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો છે અને ફિલ્મે પહેલા દિવસે ડબલ ડિજિટમાં કમાણી કરી છે. ફિલ્મમાં રણવીર-આલિયાની સાથે ધર્મેન્દ્ર, શબાના આઝમી અને જયા બચ્ચન પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં 87 વર્ષીય ધર્મેન્દ્ર અને 72 વર્ષીય શબાના આઝમીનો એક કિસિંગ સીન છે, જેની ચર્ચા થઈ રહી છે. ધર્મેન્દ્રએ આ વિશે ટ્વિટ પણ કર્યું છે.
ધર્મેન્દ્ર એ ટ્વીટ કરી કહી આ વાત
એક ન્યૂઝ આર્ટીકલ નો સ્ક્રીનશોટ શેર કરતા ધર્મેન્દ્ર એ પોતાના ટ્વિટમાં લખ્યું, ‘મિત્રો, રોકી ઔર રાની કી પ્રેમ કહાની ફિલ્મ. કૃપા કરીને આ ફિલ્મ જુઓ અને જણાવો કે તમારા ધરમે આ ઉંમરે આ ભૂમિકા કેટલી સારી રીતે ભજવી છે. ધર્મેન્દ્ર દ્વારા શેર કરવામાં આવેલા ન્યૂઝ આર્ટિકલમાં ધર્મેન્દ્ર અને શબાના આઝમીની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ના કિસિંગ સીનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
Friends, R and R ki prem kahani Film 👍 … please see the film…..and inform .. ..how successful is your Dharam in playing his role …. at this age….🙏 pic.twitter.com/jlZBIHpARm
— Dharmendra Deol (@aapkadharam) July 28, 2023
આ સમાચાર પણ વાંચો : Genus Power Infrastructures Multibagger Stocks: ‘આ’ શેરે રોકાણકારોને બમ્પર વળતર આપ્યું છે… આ શેરે રોકણકારોને બનાવ્યા કરોડપતિ.. જાણો શું છે મુદ્દો…
ફિલ્મમાં ધર્મેન્દ્ર અને શબાના આઝમી નો રોલ
ફિલ્મમાં ધર્મેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમી ના રોલ વિશે વાત કરીએ તો, ધર્મેન્દ્રના પાત્રનું નામ કવલજીત લુંડ, શબાનાના પાત્રનું નામ જેમિની અને જયા બચ્ચનના પાત્રનું નામ ધનલક્ષ્મી છે. યુવાનીમાં કવલજીત એક અકસ્માતમાં ઘાયલ થઈ જાય છે, જેના કારણે તેની યાદશક્તિ આવતી-જતી રહે છે. તે વ્હીલ ચેરનો સહારો લે છે. ધનલક્ષ્મી અને કવલજીત પતિ-પત્ની છે, પણ પતિ-પત્ની જેવું કંઈ નથી. યુવાનીમાં કવલજીત સાત દિવસ જેમિની ને મળ્યો અને પ્રેમમાં પડ્યો, પરંતુ પરિણીત હોવાથી બંને સાથે રહી શક્યા નહીં. હવે ઘણા વર્ષો પછી, રોકી અને રાની તેમને ફરીથી જોડવાનો પ્રયાસ કરે છે.